Sunday, September 22, 2024

મોરબીના બેલા ગામની સીમમાં આવેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂના કુલ રૂ. ૩૬,૫૭,૮૦૦ ના મુદામાલ સાથે ચાર ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના બેલાગામ નજીક લોડર્સઇનઇકો હોટલ પાછળ આવેલ ગોડાઉન માંથી વિદેશીદારૂની બોટલો નંગ- નંગ-૭૪૧૬ કિ.રૂ.૩૦,૬૦,૩૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૩૬,૫૭,૮૦૦/- ના મુદામાલ સાથે ચાર આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડયા છે.

પોલીસ અધિક્ષક મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ આગામી દિવસોમાં આવનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતીપૂર્ણ રીતે થાય તે સારૂ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા દરમ્યાન પોલીસ ને મળેલ ખાનગી બાતમીના આધારે પીપળીરોડ ઉપર આવેલ હોટલ લોર્ડસ ઇકોઇનની પાછળ આવેલ યુનિર્વસલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવેલ જેઠાભાઇ કરમશીભાઇ નકુમ (દલવાડી) રહે. મોરબી વાળાના ગોડાઉનમાં મુકેશ પીરારામ બિશ્નોઇ રહે સરણાઉ તા.સાઔર જિ. જાલોર રાજસ્થાન તથા સાહીદ ઉમરભાઇ ચાનીયા રહે. મોરબી વાળો તેના મળતીયા સાથે મોટા પ્રમાણ ભારતીયબનાવટનો વિદેશીદારૂનો જથ્થો પરપ્રાંત માંથી આયાત કરી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે તેવી ચોકકસ હકિકત મળેલ હોય જે આધારે રેઇડ કરતા સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઇ ચાનીયા (રહે શિવ સોસાયટી,સાયન્ટીફીકરોડ,મોરબી), ઇમરાનભાઇ ઉમરભાઇ ચાનીયા (રહેવજેપર-૦૧,મેઇનરોડ, મોરબી), રેનીશ ઉર્ફે રઇશ ભાણો ફિરોજભાઇ અંદાની ( રહે. કાલીકાપ્લોટ, શેરીન.-૦૨ ) તથા યુનુશ અલીભઇ પલેજા (રહે સરકારી કર્મચારી સોસાયટી,શોભેશ્વરરોડ, મોરબી-૦૨) વાળા ચાર ઇસમો મુદામાલ સાથે મળી આવતા તથા અન્ય એક મુકેશ પીરારામ બિશ્નોઇ રહે. દાંતા (સરણાઉ) તા. સાચીર જિ. જાલોર રાજસ્થાન વાળનું નામ ખુલતા તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. જ્યારે કુલ ૫ ઇસમો વિરૂધ્ધમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ વિદેશી દારૂ મેગ્ડોવેલ્સ નં.-૦૧ વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૫૧૭૨ કિ.રૂ. ૧૯,૩,૫૦૦/ તથા રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ- ૧૮૬૦ કિ.રૂ. ૯,૬૭,૨૦૦/ અને રોયલ સ્ટૅગ વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ- ૩૮૪ કિ.રૂ. ૧,૫૩,૬૦૦/ તેમજ બોલેરો-૦૧, મોટરસાયકલ નંગ-૦૨ તથા મોબાઇલફોન નંગ-૦૫ મળી કુલ કિ.રૂ. ૩૬,૫૭,૮૦૦/- નો મુદામાલ પોલીસે જપ્ત કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર