ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવિષ્ટ થતા ગામોના ખાનગી સર્વે નંબરોના ગામ નમૂના નંબર ૭ માં બીજા હક તરીકે ઈકો સેન્સિટીવ ઝોનની નોંધ દાખલ કરવાની કાર્યવાહી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી જેનો વાંકાનેર સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં સમાવિષ્ટ ખાતેદાર ખેડુતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો જેમાં આખરે ખેડૂતોનો વિરોધ જોતા સરકાર દ્વારા આ રેવન્યુ રેકર્ડમાં ઝોનની નોંધ કરાવાની કાર્યવાહીને રદ કરવાનો નિર્ણય લેવાયો છે….
આ બાબતે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના જાહેરનામામાં ઈકો સેન્સિટીવ ઝોનના સર્વે નંબરોને ગામ નમૂના નં. ૭ (રેવન્યુ રેકર્ડ)માં દાખલ કરવા અંગે કોઈ જોગવાઈ ન હોય જેથી ગુજરાત સરકારે તાત્કાલિક અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોના ઉગ્ર વિરોધ અનુસંધાને રેવન્યુ રેકર્ડમાં ઝોનની નોંધ ન કરવાનો નિર્ણય તા. ૩૧/૧૨/૨૦ ના રોજ પરિપત્ર જાહેર કરી કર્યો છે. જે ઈકો સેન્સિટીવ ઝોનનો વિરોધ કરતા ખેડૂતોનો અડધો વિજય ગણી શકાય છે….
અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે વાંકાનેર વિસ્તારમાંથી ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ તથા લડત ચલાવવામાં આવી રહી હતી તથા ખેડૂતોએ બાબતે નામદાર હાઇકોર્ટનો સહારો લેવાની પણ તૈયારી દર્શાવી હતી જે બાબતે સરકારના આ નિર્ણય બાદ ખેડૂતોનો ઈકો સેન્સિટીવ ઝોન મુદ્દે અડધો વિજય થયો અને હજુ આ ઝોનને સંપૂર્ણ રીતે રદ કરવાની લડત ચાલુ જ રાખવામાં આવશે તેવું લડત ચલાવતા ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું છે.
વાંકાનેર વિસ્તારમાં સરકારે જાહેર કરેલા ઈકો સેન્સિટીવ ઝોનમાં સમાવિષ્ટ થતા ગામોના ખેડૂતો વતી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકિલ પીરઝાદા, સામાજિક કાર્યકર ઉસ્માનગની, ઘીયાવડના ઉપસરપંચ ધ્રુવરાજસિંહ, મુનીરભાઈ પરાસરા, સમીમ શેરસીયા, વાલાભાઈ માલધારી સહિતના આગેવાનો વાંકાનેર યાર્ડ તેમજ ઝોનમાં સમાવિષ્ટ ગામોમાં ખેડૂત મીટીંગોનો દોર ચલાવી લડત ચલાવી રહ્યા હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa