સામાન્ય રીતે એવું બનતું હોય છે કે એકવાર માણસ કોઈ ઉચ્ચા પદ પર પહોચી જાય પછી તેના મૂળને ભૂલી જાય છે. અને જીંદગીની વ્યસતાને લીધે તેના મિત્રો પ્રિયજનો સાથે ભૂતકાળમાં વિતાવેલી સુંદર ક્ષણોને પણ વિસરી જાય છે. પરંતુ આવી બધી માન્યતાઓને નિરર્થક સાબિiત કરવા સરળ સ્વભાવ ધરાવનારા એક વ્યક્તિએ શ્રેસ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું છે એ ઉદાહરણ પૂરું પાડનાર બીજું કોઈ નહીં પરંતુ આપણાં દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે. સફળ બન્યા પછી પણ જો તમે તમારા મૂળને ન ભૂલો તમારી સંસ્કૃતિને ન વિશરો એ જ તમારી સાચી સફળતા અને આવી જ સફળતાનું ઉદાહરણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રામનાથ કોવિંદ રાજકોટ સૌરાસ્ટ્રના પ્રવાસે હતા.સૌરાસ્ટ્રની ધરતી પર પગ મુક્તા જ તેમને તેના રાજકીય મિત્રના પરિવાર જનોને મળવાની ઈચ્છા થઈ આવી હતી. જ્યારે રામનાથ કોવિન્દ જામનગર જિલ્લાના પ્રભારી તરીકેની ભૂમિકા સંભાળી રહ્યા હતા ત્યારે તેની મુલાકાત આજથી દસ વર્ષ પેહલા દ્વારકા ઓખા પંથકના રાજકીય અને સામાજિક તથા જ્ઞાતિ આગેવાન મનસુખભાઈ બારાઈ સાથે થઈ હતી.અને બંને વચ્ચે આત્મીયતાના સંબંધો વિકસિ ગયા હતા. હાલ તો મનસુખભાઇ હયાત નથી પરંતુ તેના પરિવારજ્નોને મળવા તેમજ તેમને આશ્વાસન આપવાની ઈચ્છા થઈ આવતા મનસુખભાઈના પુત્ર ભરતભાઇ મનસુખભાઈના પૌત્ર આલાપ રાષ્ટ્રપતિને દસ મિનિટ દીવમાં મળ્યા. કારણકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ રાજકીય પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા તે કોઈના ઘરે ન જઈ શકે તે સ્વભાવીક છે. તાજેતરમાં જ મનસુખભાઈનું કોરોનાને લીધે મૃત્યુ થયુ હતું, આ બાબતથી દુખી રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે તેમના પરિવારજનોને આશ્વાસન આપ્યું સાથે જ તેમણે અને મનુસુખભાઇએ વીતાવેલી ખાસ ક્ષણોને યાદ કરી તેઓ ભાવુક થયા હતા. સાથે જ તેમના પરિવાર જનોને વચન આપ્યું કે તે જ્યારે પણ રાજકોટ દ્વારકાના પ્રવાસે આવશે ત્યારે તે સ્વ. મનસુખભાઇના પરિવારજનોને જરૂર મળશે. આ વચન સાંભળીને રાષ્ટ્રપતિની આવી દરિયાદિલી તેમજ નિરાભિમાનપણાનિ ભાવના જોઈને ભરતભાઈ અને તેમના દીકરા આલાપને એક અનોખો અનુભવ થયો. આમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે તેમના સ્વર્ગે સીધેલ મિત્રના પરિવારજનોને મળીને એક પ્રેમાળ , સરળ અને લાગણીયુક્ત વ્યક્તિત્વની ભૂમિકા નિભાવી તેમજ આત્મીયતા દાખવી એક શ્રેસ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.