Saturday, September 21, 2024

માળીયાના વીર વીદરકા ગામે આધેડને બે શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: માળિયા (મી) તાલુકાના વીર વીદરકા ગામે કળબના પૈસા બાકી નીકળતા હોય જેની માંગણી કરતા સારૂ ન લાગતા ઉશ્કેરાઇ જઇ બે શખ્સોએ આધેડને ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના પંચવટી (ખીરઇ) ગામે રહેતા ભુદરભાઈ કાનજીભાઇ સુરાણી (ઉ.વ.૬૦) એ આરોપી રાજુભાઇ માલાભાઈ ભરવાડ અને ઘોઘાભાઈ માલાભાઈ ભરવાડ રહે બંને વીર વીદરકા ગામ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં વીર વીદરકા ગામમાં મેલડી માતાજીના મંદિર પાસે ફરીયાદીએ આરોપી રાજુભાઇ ભરવાડને કળબ વેચાતી આપેલ હોય અને જેના પૈસા લેવાના બાકી હોય જે પૈસા લેવા જતા અને માંગણી કરતા સારૂ નહી લાગતા આરોપી રાજુભાઇ ભરવાડ તથા આરોપી ઘોઘાભાઈ ભરવાડે ભુંડા બોલી ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશકેરાઇ જઇ ઝપાઝપી કરતા આરોપી રાજુભાઇ ભરવાડના હાથમા પહેરેલ કડુ માથામા વાગી જતા સામાન્ય ઇજા થયેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભુદરભાઈ કાનજીભાઇ સુરાણીએ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ નોંધી તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર