Saturday, September 21, 2024

માળીયા તાલુકાના સરપંચ એસોસિયેશનના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂકમાં સર્જાયો વિવાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લાના માળિયા તાલુકાના સરપંચ એસોસિયેશનના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક માળિયા તાલુકાના અગીયાર થી વધુ ગામોના સરપંચોને જાણ કર્યા વગર જ કરી દેવામાં આવતા માળિયા તાલુકાના અગીયાર અગીયાર થી વધુ ગામોના સરપંચોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેથી માળિયા તાલુકાના સરપંચ એસોસિયેશનના પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂંકમાં મોટો વિવાદ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. સરપંચ એસોસિયેશનના પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક જાણે ઘરના સભ્યો સાથે મળીને કરી લીધી હોય તેવુ લાગી રહ્યુ છે. માળિયા તાલુકાના અનેક ગામના સરપંચને જાણ કર્યા વિના જ સરપંચ એસોસિયેશનના પ્રમુખ તરીકે કાંતીલાલ મગનલાલ પેથપરા અને ઉપપ્રમુખ તરીકે બ્રીજરાજસિંહ જયવીરસિંહ જાડેજાની નિમણૂક કરી દેવામાં આવી છે. જેથી રોષે ભરાયેલા અગીયાર અગીયાર થી વધુ ગામના સરપંચો દ્વારા પોતાના લેટરપેડ ઉપર ખુલાસો કરી આ એસોસિયેશન સાથે અમે જોડાયેલા નથી તેમજ જો અમરા લેટરપેડનો કોઈપણ વ્યક્તિ ઉપયોગ કરે તો માન્ય રાખવો નહી તેવુ લેખીતમાં જણાવવામાં આવ્યું છે.

જેમ કે માળિયા તાલુકાના જુનાઘાટીલા, વાધરવા, વેણાસર, માણબા, વેજલપર, કુંભારીયા, રાસંગપર, ચમનપર, ખાખરેચી, નાનાભેલા, તરઘરી, સહિતના ગામના સરપંચો દ્વારા પોતાના લેટરપેડ ઉપર ખુલાસો કરવામાં આવ્યો છે કે માળિયા તાલુકાના સરપંચ એસોસિયેશનના પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી તેમાં અમને જાણ કરવામાં આવી નથી જેથી અમે માળિયા તાલુકાના સરપંચો આ સરપંચ એસોસિયેશનના પ્રમુખ ઉપપ્રમુખનો વિરોધ દર્શાવી છી તેમજ અમે આ એસોસિયેશન સાથે જોડાયેલ નથી તથા અમે અમરા લેટરપેડ ઉપર લેખીતમાં જણાવી છીએ કે મોરબી માળિયા તાલુકાના સરપંચ એસોસિયેશનને માન્ય રાખવુ નહી અને કોઈપણ વ્યક્તિ આ લેટરપેડનો ઉપયોગ કરે તો માન્ય રાખવો નહી. જે અંગે માળિયા તાલુકાના અગીયાર ગામોના સરપંચો દ્વારા પોતાના લેટરપેડ પર લેખીતમાં ખુલાસો કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર