Saturday, September 21, 2024

બંધુનગર ગામે એપલ સીરામીક ફેક્ટરીમાં શંકાસ્પદ યુવકને ચાર શખ્સોએ માર મારતાં યુવકનુ મોત નિપજ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીના બંધુનગર ગામે એપલ સીરામીક કારખાનામા યુવક શંકાસ્પદ લાગતા ચાર શખ્સોએ માર મારતાં યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના વતની નાથુ લક્ષ્મણ ભાભરે (ઉ.વ.૨૩) આરોપી શૈલેષ પસવાભાઇ પરમાર, વિક્રમ સીતારામ જાટમ, રાજેશ મુળજીભાઇ પટેલ, પ્રવિણ રણછોડભાઇ પટેલ રહે. બધા હાલ એપલ સીરામીક કારખાનામાં બંધુનગર સીમ, તા.જી.મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૩-૦૯-૨૦૨૨ થી ૨૪-૦૯-૨૦૨૨ દરમ્યાન કોઈપણ સમયે ફરીયાદીના ભાઇ મંગલસીંગ લક્ષમણ ભાભર આશરે ઉ.વ.-૨૯ રહે. રૂણજી તા.-થાણુ-પેટલાવદ જી.જાંબુઆ (એમ.પી.) વાળો રાત્રીના કોઇપણ સમયે એપલ સિરામીક કારખાના બાજુ ગયેલ ત્યારે કારખાનાના સિકયુરીટી વાળા શૈલેષ પસવાભાઇ પરમાર તથા વિક્રમ સીતારામ જાટમ તથા રાજેશ મુળજીભાઇ પટેલ તથા પ્રવિણ રણછોડભાઇ પટેલ રહે. બધા હાલ એપલ સીરામીક કારખાનામાં બંધુનગર સીમ,તા.જી.મોરબી વાળાઓએ શંકાષ્પદ લાગતા પકડી લઇ ચારેય જણાએ ઢીકાપાટુ તથા લાકડી કે ધોકા વડે મંગલસીંગને શરીરે મુંઢમાર મારી ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવ્યુ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ચારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૩૦૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર