Friday, November 22, 2024

વાંકાનેર બાઉન્ડ્રી નજીક‌ LPG ગેસના ટેન્કરમાં છુપાવેલ 11,700 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, કુલ રૂ. 64.30 લાખનો મુદ્દામાલ જપ્ત….

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ગઇકાલે સતત બીજા દિવસે પોલીસ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે જેમાં મોરબી એલસીબી પોલીસ ટીમને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી એલપીજી ગેસના ટેન્કરમાં છુપાવી લઇ જવાતાં અધધ 11,700 બોટલ જેટલાં વિદેશી દારૂના જથ્થાને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ સાથે જ પોલીસે ટેન્કર ચાલક ડ્રાઇવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા સાહેબની સૂચના તથા મોરબી એલસીબી પી.આઇ. વી. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.એસ.આઇ. એન. બી. ડાભી તથા ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હેડ કો. જયવંતસિંહ ગોહિલ અને કો. ભરતભાઈ મિયાત્રાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવતા ત્યાંથી અમદાવાદ તરફથી આવતા એક LPG ગેસ ટેન્કર નંબર NL 01 L 5509 ને રોકી તલાસી લેતાં તેમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો…

મોરબી એલસીબી પોલીસ દ્વારા આ દરોડામાં અલગ-અલગ બ્રાન્ડની કુલ 11,700 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 44,23,860 તથા એક મોબાઇલ ફોન, ટેન્કર સહિત કુલ રૂ. 64,30,760 નો મુદ્દામાલ કબજે લઇ ટેન્કર ચાલક ગોરધનરામ અમેદારામ ચૌધરી (ઉ.વ. 38, રહે. બાડમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી આ દારૂનો જથ્થો મોકલનાર રામારામજી ખેતારામજી જાટ નામના આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે….

મોરબી એલસીબી પોલીસની આ કામગીરીમાં પી.આઇ. વી. બી. જાડેજા, પી.એસ.આઇ. એન. બી. ડાભી, એએસઆઈ રસિકભાઈ ચાવડા, હેડ કો. દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ મૈયડ, જસવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, કો. ભરતભાઈ મિયાત્રા, નંદલાલભાઈ વરમોરા, રણવીરસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર