Saturday, September 21, 2024

મોરબી સિરામિક ઉદ્યોગને ફાયદો મકનસર નજીક ઈનલેન્ડ કંન્ટેનર ડેપો પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 112 કરોડ ફાળવાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીમાં ઉદ્યોગકારોના મોટા પ્રમાણમા થતા એક્સપોટઁ અને ઈમ્પોટઁને ઘ્યાને લઈને ભારતીય રેલ્વે દ્વારા થોડા સમય પહેલા મોરબીના મકનસર ગામ પાસે ICD (ઈનલેન્ડ કન્ટેનર ડેપો)ને મંજુરી આપેલ આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માટે મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા સાસંદ મોહનભાઈ કુંડારીયા સાહેબને રજુઆત કરતા તેમની રજુઆતોને ઘ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પી એમ ગતિ શકિત યોજના હેઠળ આ 280 કરોડના પ્રોજેક્ટને મંજુરી આપી હાલ 112 કરોડ ફાળવેલ છે.

જેથી હવે રેલ્વે બોડઁ દ્વારા ICD (ઈનલેન્ડ કંન્ટેનર ડેપો)ના આ પ્રોજેક્ટનુ કામ આગળ વઘશે મકનસર પાસે ICD થતા મોરબી સીરામીક ઉદ્યોગકારોને એક્સપોટઁ તેમજ ઈમ્પોટઁમા ટ્રાન્સપોટેઁસનના ભાડામા ફાયદો થશે તેમજ કસ્ટમ ક્લીયરન્સમા ખૂબજ સરળતા રહેશે જેથી એક્સપોટઁને વેગ મળશે તેમજ Freight forwarders, Custome clearanceના એજન્ટોની ઓફિસો મોરબી થશે જેથી નવી રોજગારી ઉભી થશે એ ઉપરાંત મોરબીનુ દરરોજના 1200 કંન્ટેનરનુ એક્સપોટઁ હોવાથી હાઈવેના ટ્રાફીકમા ઘટાડો થશે આ તકે મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન કેન્દ્ર સરકારનો તેમજ સાસંદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કરે છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર