Saturday, September 21, 2024

મોરબીમાં લોહાણા સમાજ નો આંતરીક વિખવાદ સમવાનું નામ નથી લેતો ? વધુ એક મેસેજ વાયરલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ની રેલી બાદ ફરી એકવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ જેમાં લખ્યું છેકે, ખજુરીયાઓનો સાથ ન આપવા બદલ સમસ્ત લોહાણા સમાજ નો ખુબ ખુબ આભાર,રાજકીય આગેવાનો પણ સમજી ગયા કે જે લોહી નો નહીં તે કોઈ નો નહીં રોડ શો ના રૂટ મેપ માં અન્ય સમાજ ના નામ પરંતુ લોહાણા સમાજ નો ઉલ્લેખ પણ નહીં

ખજુરીયાઓ નુ આમંત્રણ લોહાણા સમાજે ન સ્વીકારી બહીષ્કાર કરતા અન્ય સમાજ ના લોકો ને મંચ પર ચડાવવા માં આવ્યા થોડા સમય પહેલા મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા મોરબી મુકામે રઘુવંશી સમાજ ની એકતા તેમજ પવિત્ર શ્રી રામધામ ના નિર્માણ માટે રઘુવંશી મહાસંમેલન યોજવા માં આવ્યુ હતુ. જેમાં ગામેગામ થી બહોળી સંખ્યા માં રઘુવંશી અગ્રણીઓએ ઉપસ્થિત રહી સમાજ ની એકતા દર્શાવી મહાસંમેલન ને સફળ બનાવ્યુ હતુ. ત્યારે મોરબી ના લોહાણા સમાજ ના અમુક ખજુરીયાઓ દ્વારા મહાસંમેલન ન યોજાય તેના માટે ધમપછાડા કરવા માં આવ્યા હતા. રઘુવંશી એકતા તેમજ પવિત્ર શ્રી રામધામ નો વિરોધ કરનાર આ ખજુરીયાઓને તે સમયે સમસ્ત ગુજરાત ના લોહાણા સમાજે જબરી લપડાક મારી હતી. સમગ્ર ગુજરાત માંથી બહોળી સંખ્યા માં રઘુવંશીઓનુ ઘોડાપુર મોરબી ઉમટી પડ્યુ હતુ. ત્યારે ફરીએક વખત લોહાણા સમાજે સમાજ ની એકતા તેમજ શ્રીરામધામ ના વિરોધી ખજુરીયાઓને લપડાક મારી છે. તાજેતર માં મોરબી મુકામે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ મા.શ્રી જે.પી.નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ પ્રમુખ મા.શ્રી સી.આર.પાટીલ સાહેબ તેમજ ગુજરાત ના સી.એમ. મા.શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો રોડ શો યોજાયો હતો. જેમાં મોરબી લોહાણા સમાજ ની એકતા તેમજ પવિત્ર શ્રીરામધામ ના વિરોધી ખજુરીયાઓ દ્વારા લોહાણા સમાજ દ્વારા સન્માન કરવા ના સપના સેવવા માં આવ્યા હતા. પરંતુ જે ખજુરીયાઓએ લોહાણા સમાજ ના સંમેલન નો વિરોધ કર્યો હતો તેની સામે ગામેગામ થી ફીટકાર થતા તેઓએ સમસ્ત લોહાણા સમાજ ને બદલે લોહાણા સમાજ ના લોકો દ્વારા સ્વાગત તેવા શબ્દો વાપરવા મજબુર બન્યા હતા. માત્ર એટલુ જ નહીં રોડ શો નો રૂટ મેપ અન્ય સમાજ ના નામ સાથે જાહેર થયો પરંતુ તેમાં લોહાણા સમાજ નો ઉલ્લેખ પણ ન થયો. ખજુરીયાઓ દ્વારા ઘણા બધા લોકો ને આમંત્રણ આપવા માં આવ્યુ પરંતુ લોહાણા સમાજ ના લોકો એ ખજુરીયાઓનો બહીષ્કાર કર્યો. માત્ર ૧૦-૧૫ લોકો જ એકત્રિત થયા. ખજુરીયાઓ પણ છુટા-છવાયા અગલ-અલગ જગ્યાએ જોવા મળ્યા. લોકો માં એક જ સુર ઉઠી રહ્યો છે કે જે લોહી નો નહીં તે કોઈ નો નહીં. રોડ શો ના રૂટ માં નગરદરવાજે કાર્યક્રમ કરવાનુ ખજુરીયાઓ એ નક્કી કર્યુ હતુ પરંતુ છેલ્લી ઘડીએ રોડ શો નો રૂટ બદલવા મા આવ્યો અને ટુંકાવવા માં આવ્યો ત્યારે રામચોક ખાતે સન્માન નુ નક્કી કરવા માં આવ્યુ પરંતુ ત્યાં લોહાણા સમાજ ના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનો આવ્યા જ નહીં માત્ર ગણ્યા ગાંઠ્યા ૧૦-૧૫ લોકો જ આવતા અન્ય સમાજ ના લોકો ને સ્ટેજ પર ઉભા રાખવા માં આવ્યા. રાજકીય પાર્ટી ના આગેવાનો પણ ખજુરીયાઓ વિશે જાણી ગયા કે જે લોહી નો નહીં એ કોઈ નો નહીં. વિરોધ કોઈ રાજકીય પાર્ટી નો કે કોઈ રાજકીય પાર્ટી ના આગેવાનો નો ન હતો. તેમજ લોહાણા સમાજ ના ઘણા લોકો ભાજપ મા હોદાઓ ધરાવે છે તેમનો પણ વિરોધ ન હતો. વિરોધ માત્ર માત્ર અને માત્ર લોહાણા સમાજ ની એકતા તેમજ પવિત્ર શ્રીરામધામ માટે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા બોલાવાયેલ મહાસંમેલન નો વિરોધ કરનાર નો જ હતો, છે અને રહેશે. સમાજ ના કોઈ કાર્યક્રમ માં ઉપસ્થિત ન રહેનાર, સમાજ ના કાર્યક્રમો માં વિરોધ કરનાર ખજુરીયાઓ જ્યાં હશે ત્યાં તેનો વિરોધ થશે થશે અને થશે જ.

નોંધ-ખજુરીયા જ્યાં હશે ત્યાં વિરોધ થશે જ. ખજુરીયા ની વ્યાખ્યા માં જે લોકોએ મહાસંમેલન નો વિરોધ કર્યો હતો તે જ આવે છે માટે અન્ય એ માથે ન ઓઢવુ. મહાસંમેલન માં સહકાર આપનાર લોકો જે કોઈ પાર્ટી માં હશે તેમણે સંપૂર્ણ સહયોગ આપવા માં આવશે તેવો પણ આ મેસેજ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર