Friday, September 20, 2024

મોરબીના વૃંદાવન પાર્કમાં દુકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી દલવાડી સર્કલ વૃંદાવનપાર્ક ખાતે રહેણાંક મકાનમાં આવેલ દુકાનના રૂમમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂ.૪,૩૨,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી એલસીબીએ પકડી પાડયા છે.પોલીસ અધિક્ષકનાઓએ જિલ્લામાં ચાલતી જુગારની બધી સદંતર નાબુદ કરવા અંગે મોરબી એલસીબી ને સુચના કરતા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના કાર્યરત હોય તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલને સંયુતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, મનોજભાઇ રતીલાલ પટેલ રહે. મોરબી દલવાડી સર્કલ પાસે વૃંદાવન પાર્ક વાળા પોતાના રહેણાંક મકાનમાં આવેલ ગુરૂકૃપા જનરલ સ્ટોર નામની દુકાનના રૂમ બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.

જે હકિકત આધારે ઉપરોકત સ્થળે રેઇડ કરતા મનોજભાઇ રતીલાલ પટેલ (રહે.મોરબી) નયનભાઇ વ્રજલાલ પટેલ (રહે. હળવદ), ધવલભાઇ જયંતીભાઇ ઉર્ફે જયેશભાઇ પટેલ ( રહે. હાલ મોરબી), હસમુખભાઇ વાલમજીભાઇ પટેલ ( રહે. હળવદ વસંતપાર્ક તા.હળવદ), નિલેશભાઇ કાળુભાઇ પટેલ ( રહે. અમદાવાદ સેટેલાઇટ એ-૪ ઇન્દ્રનીલ જીવરાજપાર્ક), ચેતનભાઇ મગનલાલ પટેલ (૩ર રહે. મોરબી), અનીલકુમાર સવજીભાઇ પટેલ (રહે. અમદાવાદ ચાંદલોડીયા સુકુન એપાર્ટમેન્ટ), ભાવેશભાઇ પ્રભુ દાસભાઇ પટેલ( રહે. હાલ મોરબી) ઇસમોને રોકડા રૂ.૪,૩૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડિવી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધાર કલમ ૪,૫ મુજબ ગુનો રજી કરાવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર