Friday, September 20, 2024

મોરબી: નવોદય વિદ્યાલયમાં ૧૬ સપ્ટેમ્બરે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરાઇ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ – પ્રાદેષિક કચેરી મોરબી અને શ્રી નવોદય વિધાલય-ઘુંટુના સંયુક્ત ઉપક્રમે શ્રી નવોદય વિધાલયમાં વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ના ભાગરુપે શાળાના બાળકો વચ્ચે “ઓઝોનનુ માનવ જીવનમાં મહત્વ” વિશે વકૃત્વ સ્પર્ધાનુ આયોજન થયેલુ. જેમાં શાળાના બાળકો દ્રારા ઓઝોન વિષે રસભર વર્ણન થયેલુ. આ કાર્યક્રમમાં બાળકોને પોતાની વાકછટા મુજબ નંબર આપવામાં આવેલા હતા. ટોટલ ૨૦ બાળકો એ ભાગ લિધો હતો અને તેમાંથી ૫ બાળકોને પસંદ કરીને બક્ષીસ આપીને બીરદાવેલા હતા.

આ ઉપરાંત શાળાના બાળકો દ્રારા ઇકો બ્રીક્સ બનાવવાનુ અભિયાન હાથ ધરેલુ હતુ જેમાં પ્લાસ્ટીકની વેસ્ટ બેગ, વેસ્ટ પોલિથીન કચરો ભેગો કરીને પ્લાસ્ટીકની વેસ્ટ બોટલમાં ઠાંસી ઠાંસી ભરીને ઇકો બ્રીક્સ બનાવીને પર્યાવરણનુ અદકેરુ જતન કરવા માટે પ્રેરણાદાયીક કાર્ય કરેલુ હતુ.

આ કાર્યક્રમમાં જીપીસીબી મોરબીના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ શાળાના સંચાલક ગણ કિરીટભાઇ સાણજા, પરસોતમભાઇ કૈલા, મહેશભાઇ બોપલિયા, કાંતિલાલ ચાવડા તથા શિક્ષક ગણ તથા હરેશભાઇ બોપલિયાએ ભારે જહેમત ઉઠાવેલી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર