Friday, September 20, 2024

આમરણ હાઈસ્કૂલના ગઢના ઢાળીયા નજીક બસે અડફેટે લેતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આમરણ હાઈસ્કૂલના ગઢના ઢાળીયા નજીક ચાર રસ્તા વાળા ચોકમાં એસટી બસે આગળથી હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ બસ ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી ધુળકોટ બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા હીમાંશુભાઈ શાંતીલાલ સાપરીયાએ આરોપી મોરબી-ઝીંઝુડા રૂટની સરકારી એસ.ટી.બસ નં – GJ-18-Y-9548 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૦-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપી પોતાના હવાલાવાળી મોરબી-ઝીંઝુડા રૂટની સરકારી એસ.ટી.બસ રજીસ્ટ્રેશન નંબર- જી.જે .૧૮-વાય-૯૫૪૮ વાળી પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવી નીકળી ફરીયાદીના પિતાજી શાંતીલાલ કરશનભાઇ સાપરીયા ઉવ-૫૪ વાળાને તેઓના હીરોહોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર- GJ-10-BG-7390 સહીત આગળથી હડફેટમાં લઇ વાહન અકસ્માત કરી રોડ ઉપર પછાડી દઇ શરીરે માથામાં પાછળની બાજુ ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર