Friday, September 20, 2024

નાની વાવડી ગામે બંધ મકાનના તાળા તોડી રૂ.3.67 લાખના દાગીનાની તસ્કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન, લુંટ, ચોરી, મારામરી સહિતના બનાવો વધી રહ્યાં છે.ત્યારે મોરબીના નાની વાવડી ગામે તસ્કરો દ્વારા એક રહેણાંક મકાનના તાળા તોડી રોકડ તથા દાગીનાની ચોરીનો બનાવ બન્યો છે. જે અંગે ભોગ બનનાર મકાન માલીકે મોરબી સીટી એ ડીવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

મળતી માહિતી મુજબ મુળ રહેવાસી માળીયા તાલુકાના મેઘપરના અને હાલ મોરબીના નાની વાવડી ગામે રહેતા વિનોદભાઈ કુંભાભાઈ સોલંકી (ઉ.વ.૩૫) એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૯-૨૦૨૨ થી ૦૯-૦૯-૨૦૨૨ ના વચ્ચે કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ ફરીયાદીના રહેણાંક મકાનમાં તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમમા થેલામા રાખેલ સોનાના દાગીનાના બોક્ષ ખોલી જોતા જેમા રાખેલ સોનાનો સેટ જેમા કાનની બુટી , તેમજ ગળામા પહેરવાનો હાર (સેટ) જે બન્ને થઈને આશરે ૨૩ ગ્રામ કિ રૂ. ૮૨૦૦૪/- તથા ગળામા પહેરવાનો સોનાનો ચેન આશરે ૧૨ ગ્રામ કિ રૂ. ૬૫૯૭૮/- તથા ચેનની સાથે ગળામા પહેરવાનુ સોનાનુ પેંડલ આશરે ૭ ગ્રામ કિ રૂ. ૯૮૭૨ /- તથા સોનાની વીંટી નંગ ત્રણ આશરે વજન ૧૧ ગ્રામ જેની કિ રૂ. ૩૫૨૦૦/- ચાંદીના સાંકળા આશરે કિ રૂ. ૧૫૦૦૦/- ચાંદીની લકી -૧ વજન આશરે ૦.૩૪ ગ્રામ કિ રૂ.૧૪૭૫/- તથા મંગળ સુત્ર વજન આશરે ૦.૬૧ ગ્રામ કિ રૂ.૨૬૭૬/-તથા સોનાનુ પેંડલ -૧ વજન આશરે ૦.૫૬ ગ્રામ કિ રૂ.૨૦૮૬/-તથા ચાંદિનો ઝુડો વજન આશરે ૧.૫૨ ગ્રામ કિ રૂ. ૮૪૫૯/- તથા કાનમા પહેરવાની સોનાની બુટી આશરે ૧૦ ગ્રામ કિ રૂ. ૪૦૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧૦૫૦૦૦/-(એક લાખ પાંચ હજાર) મળી કુલ કી રૂ. ૩,૬૭,૭૫૦/- નામુદામાલ ની ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર