Friday, September 20, 2024

મોરબીના બંધુનગર નજીક ખીલખીલાટ વાનમાંથી પરીણીતાના પરીવારજનો પ્રસુતાને ઉઠાવી ગયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ થયા બાદ પ્રસુતિ થતા ઘેર જઈ રહેલી પ્રસુતાનું ખિલખિલાટ વાનમાંથી તેણીના પરિવારજનો દ્વારા અપહરણ કરી ગયા હોવાની પ્રસુતાના પતિએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ થાનગઢના અને હાલ વિરમગામ રહેતા મહેશ પ્રભુભાઈ માત્રાણીયા નામના યુવાને આરોપી અશોકભાઈ કેશાભાઈ ધરજીયા, જીતાભાઈ કેશાભાઈ ધરજીયા (રહે બંને થાનગઢ અનસોયાનગર), તથા ફરીયાદીના પત્નીના ફઈનો દિકરો વિપુલ (રહે થાનગઢ), ફરીયાદીના પત્નિના મોટા બાપુ પ્રભુભાઇ રામભાઇ રાઠોડ, ફરીયાદીના સાસુ વસંતબેન (રહે બન્ને વિનયગઢ તા. વાંકાનેર) મનડાસર ગામે રહેતા ફરીયાદીના પત્નિના મામી તથા બે-ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે મથક ફરીયાદ નોંધાવી છે કે

ગત તા.૦૮-૦૯-૨૦૨૨ ના રોજ બપોરના એકાદ વાગ્યા વખતે પ્રસુતાની ડીલેવરી કરાવી ખીલખીલાટ વાનમા પાછા ફરતા હોય ત્યારે મોરબી તાલુકાના બંધુનગર ગામ નજીક આગળ આવેલ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પાસે ખીલખીલાટ વાનને આંતરી આરોપીઓ સફેદ કલરની ઇકો કાર નં. GJ-36-L-1360 તથા કાળા કલરની બોલેરો ગાડી તથા એક સફેદ કલરની ગાડીમા આવી આરોપી અશોકભાઇ તથા વિપુલભાઇએ તથા બીજા બે અજાણ્યા માણસોએ છરી જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી તમામ આરોપીઓએ ફરીયાદીના પત્નિનુ અપહરણ કરી ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી મર્યો હોવાની પ્રસુતાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે મહેશ પ્રભુભાઈ માત્રાણીયાની ફરિયાદને આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 365,323, 504, 143,147,148,149 અને જીપી એકટની કલમ 135 અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર