હળવદ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદન યોજાશે
આગામી ૧૦ ઓકટોબરે રાજ્યપાલશ્રી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડુતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે
માન.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ૧૦ ઓક્ટોબરના રોજ હળવદના પ્રવાસે છે. તેમના અધ્યક્ષસ્થાને માર્કેટિંગ યાર્ડ હળવદ ખાતે સવારે ૯:૩૦ કલાકે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા પ્રેરક ઉપસ્થિત રહેશે.
સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને તે માટે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડુતોને પ્રાકૃતિક કૃષિ અપનાવતા કરવા માટે વડાપ્રધાને આહવાહન કરેલ છે. રાજ્ય તેમજ સમગ્ર દેશના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે દિશામાં રાજ્યપાલે જનઅભિયાન હાથ ધર્યું છે.