Friday, September 20, 2024

વાંકાનેર ને.હા. રોડ પર બંધ ટેલર પાછળ ટ્રક અથડાતાં ક્લીનરનુ મોત, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક નેશનલ હાઇવે રોડ ઉપર ઉભેલ ટ્રેલરના પાછળથી ઠાઠા સાથે ભટકાળતા ક્લીનરને શરીર ગંભીર ઈજાગ્રસ્ત થતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.જ્યારે ટ્રક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ટ્રક માલીકે બે ફીકરાઈથી ગાડી ચલાવવા બાબતે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં રહેતા કાનજીભાઇ વિશ્રામભાઈ સેંઘાણી (ઉ.વ.૨૯) એ આરોપી ટ્રક ડ્રાઈવર પ્રહલાદભાઈ સોનજીભાઈ પરમાર (રહે. લોદરા. તા. સાંથલપુર.જિ. પાટણ) વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૯-૦૮-૨૦૨૨ના રોજ સાંજના સાડા છ એક વાગ્યાના સુમારે આરોપીએ પોતાના હવાલાવાળી ટ્રક નં-જીજે-૧૨-એ.યુ-૭૯૬૭ વાળી પુરઝડપે બેફીકરાઇથી ગફલત ભરી રીતે આગળ પાછળ ધ્યાન રાખ્યા વિના ચલાવી આગળ ઉભેલ ટેલર નં- જીજે- ૩૬- ટી -૮૯૩૦ના ઠાઠા સાથે ભટકાળતા પોતાને તથા તેની સાથે ટ્રકમા બેઠેલ કલીનરને શરીરે ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન કલીનર રોહીતભાઇ મરણ જતા આરોપી ટ્રક ડ્રાઈવર પ્રહલાદભાઈ પણ ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ટ્રક માલીકે આરોપી ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર