ગુજરાત બંધના જન આંદોલનને સાથ સહકાર આપવા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા અપીલ કરાઈ
મોરબી: ગુજરાતમાં વિપક્ષ તરીકે ભુમિકા નિભાવવા કોંગ્રેસ પાર્ટી કટીબદ્ધ છે ત્યારે પ્રજાના હિત માટે કોંગ્રેસ પક્ષ દ્વારા તા.૧૦-૦૯-૨૦૨૨ ને શનીવારે સવારે ૯-૦૦ થી ૧૨ સુધી અડધો દિવસ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે
મોરબી: આપણા દેશમાં છેલ્લા આઠ વર્ષથી કેન્દ્રમાં અને ગુજરાતમાં સત્યાવીસ વર્ષથી ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીઓને કારણે ભારત અને ગુજરાતમાં રહેતા ગરીબો, મજુરો, વેપારીઓ, નાના દુકાનદારો, નાના ઉધ્યોગકારો, કિશાનો, મધ્યમવર્ગનાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ, મોંઘા થવાનાં કારણે મોંઘવારી ચરમ સીમાએ પહોંચી છે. ઉપરથી પ્રજાને રાહત આપવાની જગ્યાએ અનાજ, ઘઉંનો લોટ, દુધ, દહી, માખણ, પનીર, ગોળ, મધ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપર જી.એસ.ટી લગાવી પ્રજાનાં ઘા ઉપર મીઠું ભભરવાનું કામ કેન્દ્રની ભાજપ સરકારે કર્યું છે.
આ અસંવેદનશિલ અને સરમુખત્યારી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણયથી પ્રજાજનોની હાડમારીમાં ખુબજ વધારો થયો છે. મોરબી શહેર એક ઔધ્યોગિક શહેર છે. આ શહેરનાં નાગરિકો ,વેપારીઓ, અને ઉધ્યોગકારો કરોડો રૂપિયાનો ટેક્સ, વેરો ભરે છે પરંતુ તેમને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. ખરાબ રોડ રસ્તાઓ, ટ્રાફિકની સમસ્યાઓ, ગટર ઉભરાવવી, વરસાદી પાણીનો નિકાલની સમસ્યાઓ, પીવાનાં શુધ્ધ પાણીની સમસ્યા, દારૂ, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ નો બેરોકટોક વેચાણ કાયદો વ્યવસ્થાની કથળેલી હાલત, સરકારી કચેરીઓમાં હપ્તારાજનો ભ્રષ્ટાચાર, સરકારી હોસ્પિટલની બદતર હાલત, ખોટા ઇ મેમો થી પરેશાન વાહન ચાલકો, જેવી સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કૉંગ્રેસ પક્ષ સતત આવા પ્રશ્નોને ઉજાગર કરે છે અને તેના નિવારણ માટે જન આંદોલન ચલાવી રહ્યો છે.
ત્યારે આ જન આંદોલનને સાથ આપવા મોરબીના પ્રજાજનો, વેપારીઓ, દુકાનદારો, નાના ઉધ્યોગકારોને સરકારની પ્રજા વિરોધી નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલ સાંકેતિક બંધ (આંશિક બંધ) નાં એલાનને સાથ-સહકાર આપવા વિનમ્રપણે, ભાવપૂર્ણ, માર્મિક અપીલ કરાઈ છે.
આપણા દેશમાં છેલ્લા આઠ વર્ષથી કેન્દ્રમાં અને ગુજરાતમાં સત્યાવીસ વર્ષથી ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીઓને કારણે ભારત અને ગુજરાતમાં રહેતા ગરીબો, મજુરો, વેપારીઓ, નાના દુકાનદારો, નાના ઉધ્યોગકારો, કિશાનો, મધ્યમવર્ગનાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ, મોંઘા થવાનાં કારણે મોંઘવારી ચરમ સીમાએ પહોંચી છે. ઉપરથી પ્રજાને રાહત આપવાની જગ્યાએ અનાજ, ઘઉંનો લોટ, દુધ, દહી, માખણ, પનીર, ગોળ, મધ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપર જી.એસ.ટી લગાવી પ્રજાનાં ઘા ઉપર મીઠું ભભરવાનું કામ કેન્દ્રની ભાજપ સરકારે કર્યું છે.
આ અસંવેદનશિલ અને સરમુખત્યારી કેન્દ્ર અને રાજ્ય સરકારનાં અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણયથી પ્રજાજનોની હાડમારીમાં ખુબજ વધારો થયો છે. મોરબી શહેર એક ઔધ્યોગિક શહેર છે. આ શહેરનાં નાગરિકો ,વેપારીઓ, અને ઉધ્યોગકારો કરોડો રૂપિયાનો ટેક્સ, વેરો ભરે છે પરંતુ તેમને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી. ખરાબ રોડ રસ્તાઓ, ટ્રાફિકની સમસ્યાઓ, ગટર ઉભરાવવી, વરસાદી પાણીનો નિકાલની સમસ્યાઓ, પીવાનાં શુધ્ધ પાણીની સમસ્યા, દારૂ, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થ નો બેરોકટોક વેચાણ કાયદો વ્યવસ્થાની કથળેલી હાલત, સરકારી કચેરીઓમાં હપ્તારાજનો ભ્રષ્ટાચાર, સરકારી હોસ્પિટલની બદતર હાલત, ખોટા ઇ મેમો થી પરેશાન વાહન ચાલકો, જેવી સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કૉંગ્રેસ પક્ષ સતત આવા પ્રશ્નોને ઉજાગર કરે છે અને તેના નિવારણ માટે જન આંદોલન ચલાવી રહ્યો છે.
ત્યારે આ જન આંદોલનને સાથ આપવા મોરબીના પ્રજાજનો, વેપારીઓ, દુકાનદારો, નાના ઉધ્યોગકારોને સરકારની પ્રજા વિરોધી નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવેલ તા.૯ ને શનીવારે અડધો દીવસ ગુજરાત આંશિક બંધનાં એલાનને સાથ-સહકાર આપવા વિનમ્રપણે, ભાવપૂર્ણ, માર્મિક અપીલ કરાઈ છે.