Thursday, September 19, 2024

મોરબીમાં પાન-મસાલાની દુકાનમાંથી 1.54 લાખના માલમતાની ચોરી કરનાર ત્રીપુટી ઝડપાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: થોડા દિવસ પહેલા ગત તા. ૩૦-૩૧ ના રોજ મોરબી શનળારોડ ઉપર આવેલ સમયના ગેઇટ પાસે આવેલ “ બજરંગ સેલ્સ એજન્સી ” નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાન માંથી પનબીડી,સીગારેટ,ગુટખા, સોપારી તથા સાબુ, સેમ્પૂ વિગેરે મળી કુલ રૂ. ૧,૫૪,૫૦૦/-ના માલમત્તાની ચોરી થયા અંગેની અમીતભાઇ મગનભાઇ અંબાણી રહે. મોરબી વાળાએ અજાણ્યા ચોર ઇસમ સામે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ બનાવમાં ચોર તથા મુદામાલ તથા ગુનામાં વપરાયેલ વાહન શોધી કાઢી મુદામાલ તથા આરોપીઓને સત્વરે પકડી પાડવા સારૂ .પોલીસ મહાનિરીક્ષક રાજકોટનાએ મોરબી પોલીસ અધિક્ષકને જરૂરી માર્ગદર્શન આપી ગુનો શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા અંગે જરૂરી સુચના આપતા તેઓના માર્ગદર્શન તેમજ સુચના મુજબ પોલીસ ઇન્સપેકટર મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ આરોપી તથા મુદામાલ તાત્કાલિક શોધી પકડી પાડવા સારૂ કાર્યરત હતાં. તેમજ એલ.સી.બી.. | પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત વર્ણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસને સંયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે સદરહુ ગુનો આચરવામાં એક નંબર વગરની બ્લુ કલરની મારૂતી સ્વીફટ ગાડી તથા મહીન્દ્રા બોલરો ગાડી નંબર GJ-63-BV- 9325 વાળી સંડોવાયેલ છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જેથી કામે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા પોકેટકોપ એપ માધ્યમથી વધુ તપાસ કરતા આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દિગુભા અનિરૂધ્ધસિંહ રાઠોડ ( ઉ.વ.૩૦ર) તથા મિતરાજસિંહ અનિરૂધ્ધસિંહ ગોહીલ (ઉ.વ.૨૪ રહે. બંને ભાવનગર) અને અરવિંદ જીવણનાથ પરમાર (ઉ.વ.૩૫ રહે. તરઘડી, તા.પડધરી જિ. રાજકોટ)સંડોવણી ફલીત થતાં અલગ અલગ ટીમો બનાવી મોરબીથી ભાવનગર ખાતે મોકલી આરોપીઓ તથા ગુન્હમાં વપરાયેલ સ્વીફટ, બોલેરો ગાડી, તથા ચોરીમાં ગયેલ મુદામાલની ચીજ વસ્તુ ઓ મળી કુલ રૂ.૧૩,૩૬,૭૦૦/- ના મુદામાલ સાથે ત્રણે આરોપીને પકડી પાડી અનડીટેકટ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર