મોરબીના રવાપર ઘુનડા રોડ પર ખુલ્લા પ્લોટમાં રેતી કપચી નાખવા બાબતે સામ સામે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીના રવાપર ઘુનડા રોડ પર ખુલ્લા પ્લોટમાં રેતી કપચી નાખવા બાબતે બે પક્ષો એ એકબીજા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા વિશાલભાઇ પ્રદીપભાઈ સેજપાલ (ઉ.વ.૩૯) એ આરોપી, દિનેશભાઇ લક્ષ્મણભાઇ કાલરીયા , વિજયભાઇ દામજીભાઇ ભાડજા, દિનેશભાઇ નરશીભાઇ કાસુન્દ્રા, વિનોદભાઇ અંબારામભાઇ કાસુન્દ્રા, ગોપાલભાઇ વસ્તાભાઇ કાસુન્દ્રા (રહે.બધા રવાપર તા.મોરબી) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૯-૨૦૨૨ ના રોજ ફરિયાદીના ખુલ્લા પ્લોટમા આરોપીઓએ રેતી કપચી નાખેલ હોય જેથી ફરીયાદીએ આરોપીઓને ફોન કરી બનાવ સ્થળે બોલાવી આરોપીઓને રેતી કપચી નહી નાખવા જણાવતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામે પક્ષે મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર પુનીત નગર સોસાયટીમાં રહેતા દિનેશભાઇ લક્ષ્મણભાઈ કાલરીયા (ઉ.વ.૪૫) એ આરોપી વિશાલભાઇ પ્રદીપભાઈ સેજપાલ (ઉ.વ.૩૯. રહે. મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦-૦૯-૨૦૨૨ ના રોજ ફરિયાદીનુ બાંધકામ ચાલુ હોય જેની બાજુમા આરોપીનો ખુલ્લો પ્લોટ આવેલ જેમા ફરીયાદી એ રેતી કપચી નાખેલ હોય અને આરોપીને તે રેતીકપચી ઉપાડી લેશે તેવુ કહેવા છતા આરોપી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવમાં મોરબી સીટી એ ડીવિઝન પોલીસે બંને પક્ષની સામે સામે ફરીયાદ નોંધી બંને પક્ષો વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.