Thursday, September 19, 2024

મોરબીનું ડાયાલિસિસ સેન્ટર બન્યું કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

૯ મશીન સાથેના અધ્યતન સેન્ટર ખાતે મહિનામાં ૫૦૦ થી વધારે દર્દીઓનું થાય છે ડાયાલિસિસ

કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધાઓ સાથે વિનામૂલ્યે ડાયાલિસિસની સારવાર મળી રહે તે હેતુથી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ ૨૦૧૫ થી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં દર્દીઓની શ્રેષ્ઠ સારવારની સુવિધા સાથે પૂરતી સાર-સંભાળ રાખવામાં આવે છે.

મોરબીના ડાયાલિસિસ સેન્ટરના નોડલ ડો. સરડવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, કિડનીના દર્દીઓની સારવાર માટે અહીં ૨૦૧૫ થી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. અત્યારે ૯ અદ્યતન મશીન સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ડાયાલિસિસ સેન્ટર ખાતે દરરોજના સરેરાશ ૨૨ દર્દીઓ તથા માસિક સરેરાશ ૫૨૫ દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવે છે. આ ડાયાલિસિસ સેન્ટર ખાતે હાલ ૧૯ HCV પોઝિટિવ તથા ૪૧ HCV નેગેટીવ મળી કુલ ૬૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

કીડનીના દર્દીઓની સુવિધા માટે શરૂ કરેલ આ ડાયાલિસિસ સેન્ટર દર્દીઓ માટે ખરેખર આશીર્વાદરૂપ છે જ્યાં ખાનગી દવાખાના જેવી સુવિધા વિનામૂલ્ય આપવામાં આવી રહી છે. છેલ્લા ૬ મહિનામાં ડાયાલિસિસ સેન્ટર ખાતે ૩ હજારથી વધુ દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર