Thursday, September 19, 2024

મોરબીમાં કોંગ્રેસ દ્વારા અબ કી બાર જનતા કી સરકાર કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ અને જીલ્લા કોંગ્રેસ મેનીફેસ્ટો કમિટી દ્વારા આજે કોંગ્રેસના અબ કી બારજનતા કી સરકાર કાર્યક્રમનું આયોજન કરવામાં હતું. જેમાં કોંગ્રેસ દ્વારા પ્રજાના પ્રશ્નો સાંભળી, પ્રજાના મુદાઓ એકત્ર કરીને તે મુજબ મેનીફેસ્ટો તૈયાર કરવા હેતુ આજે કાર્યક્રમ યોજાયો હતો.

મોરબીના રામધન આશ્રમ ખાતે કોંગ્રેસના કાર્યક્રમમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરા, ઋત્વિજ મકવાણા, દીપક બાબરિયા તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના મેનીફેસ્ટો તૈયાર કરવાના કાર્યક્રમમાં વિવિધ વેપારી સંગઠન, સામાન્ય પ્રજા અને યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિવિધ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા જે મુદાઓ મેનીફેસ્ટોમાં સમાવવામાં આવશે અને મોરબીની જરૂરીયાત અને મુદાઓને ધ્યાને લઈને મેનીફેસ્ટો તૈયાર કરાશે જે કાર્યક્રમ અંગે પ્રદેશ કાર્યકરી પ્રમુખ લલિત કગથરાએ જણાવ્યું હતું કે પ્રજા વચ્ચે જઈને મેનીફેસ્ટો તૈયાર કરી રહ્યા છીએ જેમાં જીલ્લા મથકે પ્રશ્નો સાંભળી તે પ્રશ્નો મેનીફેસ્ટો કમિટી પાસે મોકલી તે મુદાઓ નક્કી કરીને મેનીફેસ્ટો તૈયાર કારમાં આવશે. મોરબીમાં માળિયા પંથકમાં પાણીના પ્રશ્નો તેમજ મોરબીના વાડી વિસ્તારમાં વસતા ૫૦ હજારથી વધુ સતવારા સમાજના લોકો પ્રાથમિક સુવિધાઓ વિના જીવી રહ્યા હોવાનું જણાવ્યું હતું .આજે વિવિધ પ્રશ્નો આવ્યા હોય જેને મોરબી ધારાસભા માટે મેનીફેસ્ટો તૈયાર કરવામાં ધ્યાને લેવાશે તેમ જણાવ્યું હતું તે ઉપરાંત કોંગ્રેસ દ્વારા કારોબારી મીટીંગ યોજાઈ હતી. જેમાં યુવાનોના બેરોજગારી પ્રશ્નો, મોંઘવારી સહિતના મુદાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તથા રાહુલ ગાંધીના કાર્યક્રમમાં કાર્યકરોને જોડાવવા અપીલ કરવામાં આવી હતી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તા. ૦૫ ના રોજ અમદાવાદમાં કાર્યકરો સાથે સંવાદ કરવાના છે જેમાં રાજ્યના તમામ જીલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, વોર્ડ પ્રમુખ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે અને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં જોડાશે તેમ લલિત કગથરા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા તા. ૧૦ ના રોજ ગુજરાત બંધનું એલાન આપ્યું મોંઘવારીએ માઝા મૂકી છે અને મધ્યમવર્ગ મુશ્કેલીમાં જીવી રહ્યો છે ત્યારે પ્રજાના પ્રશ્નને વાચા આપવા તા. ૧૦ ના રોજ ગુજરાત બંધનું કોંગ્રેસે એલાન આપ્યું છે જેમાં વેપારીઓએ જોડાવવા અપીલ કરવામાં આવી છે એક દિવસ બંધમાં જોડાવવા અને અહંકારી ભાજપને અરીસો બતાવવા સાથ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર