Friday, September 20, 2024

નરમાણા ગામે યુવતીની છેડતી કરનાર કોન્સ્ટેબલની ધરપકડ ન કરાતા રઘુવંશી સમાજ દ્વારા કલેકટરને આવેદન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: નરમાણા ગામમાં હિન્દુ સમાજની મહિલાની ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના વ્યક્તિએ છેડતી કરીને બે લાફા માર્યા હતા.

જેમ કે તા.૨૩/૦૮/૨૦૨૨ ના રોજ નરમાણા (તા.જામજોધપુર, જી. જામનગર) ગામમાં રહેતા હિન્દૂ ધર્મના અનિતાબહેન અમલાણી જયારે પોતાના નિજી કામથી પોતાના એક્ટિવા પર બહાર સ્થાનીય બજારમાં ખરીદી કરવા ગયેલ હોય ત્યારે ઘરે પરત ફરતી વખતે રસ્તામાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા નામના પોલીસ કર્મચારીએ મહિલાને હાથ દેખાડી ઉભા રાખી અને મહિલાનો હાથ પકડી અભદ્ર માંગણી કરી ત્યારે પાછળ બીજી ગાડી આવતા જોઈને પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ હાથ છોડી દીધો જેથી મહિલા હેમખેમ એ રાક્ષસી વૃત્તિ ધરાવનાર પોલીસ કર્મચારીના ખરાબ ઈરાદો સફળ થાય એ પેહલા ત્યાંથી ભાગી ગઈ. મહિલાએ સમગ્ર ઘટના પોતાના ઘરે આવીને તેના પતિને જાણ કરી પછી તેના પતિએ આ બાબત ગામના સરપંચ અને તે પોલીસ કોન્સ્ટેબલના ભાઈને કરી પછી તેઓ સમાધાનની વાત પર ઉતરી આવેલ પરંતુ જ્યારે સમાધાનની વાત ચાલતી હતી ત્યારે એ પોલીસ કોન્સ્ટેબલ ઉશ્કેરાયેલ અને મહિલાને બે લાફો મારીને જતા રહેલ પછી મહિલાના પરિવારએ 100 નંબર પર જાણ કરી અને આ ઘટના અંગે જણાવ્યુ.

હાલ એ પોલીસ કોન્સ્ટેબલ પર કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી થઈ નથી અને તેની હજુ સુધી પોલીસ પ્રશાસન દ્વારા ધરપકડ કે શોધખોળ હાથ ધરાઈ નથી તેઓ પોલીસને ચકમો આપીને હજુ સુધી ફરાર છે કે પોલીસ પ્રશાસન તેને બચાવવાની કોશિશ કરી રહ્યું છે કે કેમ? એ ઉપરાંત જ્યારે મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી એ પછી પોલીસ કોન્સ્ટેબલના સગા વ્હાલા એ મહિલાના પરિવાર જનોને ધમકીઓ આપી છે અને ફરિયાદ પાછી લઈ લેવા દબાણ કરવામાં આવ્યું છે જેમાં કુલ ચાર શખ્સઓ સામેલ છે તો એના વિરુદ્ધ પોલીસએ કાર્યવાહી કેમ કરી નથી ? પોલીસ કોન્સ્ટેબલની પહેલીથી જ બદલી થયેલી હતી તેમ છતાં બદલી થયા બાદ જ કેમ એફ.આઈ.આર નોંધવામાં આવી ? જો રક્ષક જ ભક્ષક બનશે તો સામાન્ય પ્રજા કઈ રીતે પોલીસ પ્રશાસન પર વિશ્વાસ કરશે? જો ભવિષ્યમાં એ મહિલા સાથે કોઈ અનિચ્છનીય ઘટના ફરીથી બનશે તો જવાબદાર કોણ રહશે?

આ સમગ્ર ઘટના સમગ્ર હિન્દુ સમાજ અને રઘુવંશી સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવે છે.જ્યારે પોલીસ પ્રશાસનનું કાર્ય પ્રજાને સુરક્ષા પ્રદાન કરવાનું અને દેશમાં કાયદો જળવાઈ રહે એ જોવાનું છે. ત્યારે આ પ્રકારની ઘટના સમગ્ર ગુજરાત પોલીસ પ્રશાસન પર કલંક સ્વરૂપે ઉભરી આવેલ છે.આથી આ પ્રકારની ઘટના ફરીથી ના બને અને દેશના તથા રાજ્યના તમામ નાગરિકોને પોલીસ પ્રશાસન પ્રત્યે અતૂટ વિશ્વાસ જળવાઇ રહે એ માટે આ પોલીસ કોન્સ્ટેબલની તાત્કાલીક ધરપકડ થાય અને તેને સસ્પેન્ડ કરીને કડકમાં કડક સજા કરવામાં આવે અને મહિલાને યોગ્ય ન્યાય મળે એ માટે રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા અપીલ કરવામાં આવે છે. અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં કલેકટરને આવેદન પત્ર પાઠવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે જો ગુનેગાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને આગળની કાર્યવાહી પ્રશાસન દ્વારા નહિ કરવામાં આવે તો સંગઠન એ ભગતસિંહના ચીંધ્યે માર્ગે ચાલશે જેની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસન અને સરકારની રહશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર