Sunday, November 10, 2024

વાંકાનેર શહેરમાં ધર્મોઉલ્લાસથી નીકળી વિઘ્નહર્તાની શોભાયાત્રા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જીતુભાઈ સોમણીની આગેવાનીમાં શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી માર્કેટચોક ખાતે વિસર્જન કરવામાં આવ્યું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વાંકાનેર શહેરમાં ગણેશ ચતુર્થી નિમિતે વાંકાનેર શહેરમાં ગણેશ ઉત્સવ સમિતિના અગ્રણી જીતુભાઈ સોમાણીની આગેવાનીમાં શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી તેમજ ઠેર-ઠેર સામાજિક અગ્રણીઓ દ્વારા ગણેશ ઉત્સવ સમિતીના મોભી જીતુભાઈ સોમાણીનું પુષ્પવર્ષા – ફુલહાર કરી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં જીનપરા ચોક ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી જે રસાલા રોડ, ગ્રીનચોક, મેઈન બજાર,
ચાવડીચોક,પ્રતાપચોક થઈ માર્કેટ ચોક ખાતે વિસર્જન કરવામાં આવી હતી જે શોભાયાત્રામાં શહેરના વિવિધ પંડાલના આયોજકો પોતાના વાહનોમાં દુંદાળાદેવની મૂર્તિ લઈ શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા પધારેલ દરેક પંડાલના આયોજકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં સાધુ-સંતો, શિવસેના, વેપારી મિત્રો, સામાજિક અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ-બહોનો જોડાયો હતા

તેમજ માર્કેટચોક ખાતે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજીત માર્કેટચોક કા રાજાની ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી ઉપરાંત દસ દિવસ રોજ રાત્રે સાંકૃતિક કાર્યક્રમો તેમજ આરતીનો લ્હાવો લેવા પધારવા ગણેશ ઉત્સવ સમિતિ તેમજ જીતુભાઈ સોમાણી દ્વારા જણાવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર