Friday, September 20, 2024

મોરબીની રંગપર માધ્યમિક શાળાનો સુવર્ણ જ્યંતી મહોત્સવ સંપન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધી સરકારી નોકરી કરનાર 70 સિત્તેર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ.

મોરબીના રંગપર ગામે ઈ.સ.1972 માં માધ્યમિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી જેને હાલ 50 પચાસ વર્ષ પૂર્ણ થયા હોય સુર્વણ જ્યંતી મહોત્સવની ઉજવણી કરવાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ વર્ષ દરમ્યાન રંગપર ગામની ભૂમિમાં જન્મ ધારણ કરી, રંગપર ગામનો ખોળો ખુંદી, માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધીના હોદ્દાઓ પર રહી સરકારી નોકરી કરતા અને નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભાવો દિલુભા ઝાલા પ્રમુખ મરવડ કેળવણી મંડળ તેમજ અનંતભાઈ ભટ્ટ શિક્ષક વધારવા માધ્યમિક શાળા મહેન્દ્રસિંહ ઝાલા પૂર્વ સરપંચ તેમજ પરષોત્તમભાઈ કાલરીયા પૂર્વ આચાર્ય વગેરેએ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એવા ગિરિરાજસિંહ ઝાલા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર જયમલભાઈ કરોતરા પોલીસ ઇન્સપેક્ટર રંગપર માધ્યમિક શાળાની ગતિ અને ગરીમા વિશે વાતો કરી હતી અને ભૂતકાળના સોનેરી સંસ્મરણો તાજા કર્યા હતા.

આ પ્રસંગે 70 સિત્તેર જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ સરકારી તમામ વિભાગોમાં ફરજ બજાવતા અને બજાવી ચુકેલાનું સાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું.તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના પૂર્વ વિદ્યાર્થી અને બેસ્ટ બી.આર.સી.કો.ઓ. તરીકે મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.ખુબજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ નિરૂભા ઝાલા,રઘુભા ઝાલા,મેઘરાજસિંહ ઝાલા સરપંચ રંગપર,જયવંતસિંહ જાડેજા,સજુભા ઝાલા, બાપલાલસિંહ ઝાલા વગેરે પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો તેમજ રંગપર તાલુકા શાળા અને માધ્યમિક શાળાના તમામ શિક્ષકોએ અને માધ્યમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ સદાતિયાએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર