Friday, September 20, 2024

મોરબીમાં માતાપિતાને ઘેર આવવા જવા મામલે યુવકે તેની પત્ની વિરુદ્ધ ફરીયાદ નોંધાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના પંચાસર રોડ પર રેહતા યુવાને તેની પત્ની વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે તે પોતાના માતાપિતા ને ઘેરજવા નથી દેતી તથા તેને પોતાના ઘેરે આવવા ન દતી હોવાથી યુવકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ આજકાલ યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિના જોર વધતુ જઈ રહ્યુ છે જેમાં લોકો પોતાના ઘરપરીવાર સાથે રેહવા કરતા એકલા રહેવાનું પસંદ કરે છે. ત્યારે મોરબીમાં એક યુવાને પોતાના માતાપિતા ને ઘેરજવા આવવા ન દેતી હોવાથી પોતાની જ પત્ની વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

મોરબીમાં પંચાસર રોડ ભાભા એકસ્પોર્ટ હાઉસ પાછળ નિલકંઠ હાઇટસ એપાર્ટમેન્ટ ફલેટ નં.૪૦૩/બી માં રહેતા જનકભાઇ છગનભાઇ મારવાણીયા ( ઉ.વ.૩૭) એ આરોપી પોતાની પત્ની મનીષબેન જનકભાઇ મારવાણીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે જનકભાઈના બા-બાપુજી તથા તેના ભાઇઓને જનકભાઈના ૫ત્ની આરોપી મનિષાબેન તેઓના ઘરે આવવા તથા તેઓના ઘરે જવા દેતા ન હોય અને ફરીયાદીના નાનાભાઇ નવીનભાઇ ને બે દિવસ પહેલા મોટરસાયકલ આપેલ હોય જે અંગે આરોપીએ મને પુછયા વગર કેમ મોટરસાયકલ આપેલ તેમ કહી ગાળો આપી ફરીયાદીને પ્લાસટીકની લાકડી વડે માથાના ભાગે તથા જમણા હાથમાં કોણીં પાસે ઇજા કરી હતી. જેથી જનકભાઈએ પોતાની પત્નીથી કંટાળી તેમની વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર