Saturday, September 21, 2024

જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ સાર્થક વિદ્યામંદિર શાળાનું સન્માન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા સાર્થક વિદ્યામંદિરના ખેલમહાકુંભના વિજેતા વિદ્યાર્થીઓનું તેમજ સમગ્ર મોરબી તાલુકામાં ખેલમહાકુંભમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ શાળાનું સન્માન કરવામાં આવ્યું.

તાજેતરમાં જ યોજાયેલ 11માં ખેલ મહાકુંભ 2022માં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લીધેલ હતો . એમાં 8 ટીમ અને 14 વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા થઈને ઝોન તેમજ રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરેલું હતું. તે દરેક 110 વિદ્યાર્થીઓને સન્માનવાના કાર્યક્રમનું આયોજન થયું હતું.

આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ બેન વ્યાસ, મોરબી જીલ્લાના સ્પોર્ટ્સ કન્વિનર દિનેશભાઈ હુંબલ અને પ્રવીણભાઈ ઉપરાંત શાળાના સંચાલક કિશોરભાઈ શુકલ, કમલેશભાઈ અંબાસના, પ્રવીણભાઈ રાજાણી વગેરે ઉપસ્થિત રહ્યા.

11 મા ખેલ મહાકુંભ 2022માં મોરબી તાલુકામાં 53 પોઇન્ટ સાથે શાળાએ બીજો નંબર મેળવેલ છે. ત્યારે વિદ્યાર્થીઓ અને શાળાને ઉપસ્થિત અધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા. પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.પોતાના વક્તવ્યમાં હિરલબેન વ્યાસે સરકારના વિવિધ આયોજનો તેમજ કિશોરભાઈ શુકલએ વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે આગળ જવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર