Saturday, September 21, 2024

પલાસડી ગામે સગીરવયની બાળાનુ અપહરણ કરી જનાર આરોપીને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ તેમજ ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા મોરબી પોલીસ તેમજ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, તથા એન્ટી હ્યુમન ટ્રાફીકગ યુનીટ મોરબી ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરી બાતમી મેળવી સગીરવયની બાળાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી પોલીસ દ્વારા સગીરવયની બાળા તેમજ ગુમ થનાર વ્યકિતઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન એ આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬ મુજબના ગુનાના કામે આરોપી ફરીયાદીની સગીરવયની દિકરીને પલાસડી ગામે ફરીયાદીના ઘરેથી ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હોય જે આરોપી તથા ભોગબનનાર બન્ને વિરમગામ તાલુકાના વણીગામે હોવાની મળેલ બાતમીના આધારે પોલીસ ટીમને મોકલતા આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સુરેશભાઇ પનારા જાતે કોળી ઉવ. ૨૩ હાલ રહે. હસનપર, શકિતપરા તા.વાંકાનેર જિ. મોરબી મુળ રહે દુધરેજ, વડવાળા મંદિર પાસે, સુરેન્દ્રનગર વાળો તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવતા તેઓ બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર