Saturday, November 23, 2024

રાજકોટ ખાતે કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ પહોંચ્યો, જાણો ક્યાં દિવસથી વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરાશે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોના વેક્સિનનો 77,000નો ડોઝ રાજકોટ આવી પહોંચ્યો છે. શનિવારથી રાજકોટમાં પ્રથમ રસી આપવામાં આવશે. હાલમાં રીજનલ વેક્સિન સ્ટોર ખાતે વેક્સિનને સ્ટોરેજ કરવામાં આવશે વેક્સિનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ હવે એને અલગ અલગ જિલ્લાને ફાળવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવશે, રાજ્ય સરકારની સૂચના બાદ વેક્સિનની ફાળવણી કરવામાં આવશે. રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર ખાતે વેક્સિન મોકલવામાં આવશે. આ માટે જે-તે જિલ્લા અને મનપાની ટીમ હાજર રહેશે. આ રસીના ઉપયોગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે કોવિશીલ્ડ વેક્સિનના આવેલા કુલ 1 લાખ 20 હજારનાં જથ્થામાંથી અમદાવાદ કોર્પોરેશન સહિત સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને અમદાવાદ ગ્રામ્યમાં મળીને 1 લાખ 11 હજાર વેક્સિનનો જથ્થો મોકલી અપાયો છે, જ્યારે બાકીનો 9 હજાર વેક્સિનનો જથ્થો વેક્સિન સ્ટોર્સમાં બફર સ્ટોક તરીક રખાયો છે, જે જરૂર પડે ઉપયોગમાં લેવામાં આવશે. પ્રથમ તબક્કામાં બુધવારે પુણેથી કોલ્ડ ચેન દ્વારા વિશેષ વાહનમાં 77000 ડૉઝ રાજકોટ પહોચડવામાં આવ્યા, વેક્સિનના 93500 ડૉઝ સુરત, 94500 ડોઝ વડોદરા પહોંચાડાશે. આ તમામ રીજનલ કોલ્ડસ્ટોરેજમાંથી 16મીએ રાજ્યભરમાં તૈયાર કરાયેલાં 20 હજાર વેક્સિનેશન કેન્દ્રો પરથી કોરોના વૉરિયર્સ અને ત્યાર બાદ ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન અપાશે. નીતિન પટેલના જણાવ્યા અનુસાર 16મીએ વેક્સિનેશનની કામગીરી શરૂ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યનાં 287 વેક્સિનેશન કેન્દ્રો પર વિડિયો-કોન્ફરન્સથી નિરીક્ષણ કરવાની સાથે ત્યાંના આરોગ્યકર્મીઓ સાથે સંવાદ પણ કરશે. આ ઉપરાંત તેઓ અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે સીધો સંવાદ કરી તેમને પ્રોત્સાહન આપશે,

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર