Saturday, September 21, 2024

જુની પેન્શન યોજના ફરી ચાલુ કરાવવા માટે મુખ્યમંત્રીની મુલાકાત કરતું શૈક્ષિક મહાસંઘ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાત રાજ્યના તમામ શિક્ષક ભાઈ બહેનો કર્મચારીઓ માટે સૌથી અગત્યનો પ્રશ્ન જુની પેન્શન યોજના ફરી ચાલુ થાય એ માટે ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરવામાં આવી.

પેન્શનનો મુદ્દો સત્વરે ઉકેલી જાય અને સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવાય એવી ધારદાર રજૂઆત ખુબ સુદર માહોલમાં કરવામાં આવી.મુખ્યમંત્રીએ પણ સંગઠનદ્વારા આપવામાં આવેલ લેટરપેડને યોગ્ય રીતે સમજવા પ્રયત્ન કર્યો રાજ્યના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરીએ પણ સંપૂર્ણ વિષય સમજાવવા માટે પ્રયત્ન કર્યો મુખ્યમંત્રીએ પણ યોગ્ય નિર્ણય લેવાની ખાતરી પણ આપી. Htat ,બદલી કેમ્પ , 4200 ગ્રેડ પે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિવિધ પ્રશ્નોનો થયેલ ઉકેલના પરીપત્રો માટે પણ રજ્યના નાણાંમંત્રી કનુભાઈ અને શિક્ષણમંત્રી જીતુભાઈ સાથે ચર્ચા કરીને ફાઈલ સત્વરે બહાલી આપે એ બાબતે ચર્ચા કરી. આ રજૂઆત માટે ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગમાંથી રમેશભાઈ ચૌધરી, તરુણભાઈ વ્યાસ, સંજયભાઈ ભટ્ટ, ભરતભાઈ સેતા, હિત રક્ષક સમિતિમાંથી અમરાભાઇ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સયુંકત મોરચાના સભ્ય મુકેશભાઈ પટેલ હાજર રહ્યા. રાત્રે મોડા સુધી શિક્ષકોના પ્રશ્નો બાબતે સતત ચિંતિત રહી સત્વરે ઉકેલ લાવવા સંગઠન સતત પ્રયત્ન કરી રહ્યું છે મુખ્યમંત્રીના કાર્યાલયથી સત્વરે જવાબ મળશે એ પછી રાષ્ટ્રીય સંયુક્ત મોરચો આગામી ચૂંટણી પહેલા વિવિધ પ્રકારના ઉગ્ર કાર્યક્રમ આપશે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર