Saturday, September 21, 2024

મોરબીમાં જન્માષ્ટમીની રજામાં પણ જનસંપર્ક કરતા પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી-માળીયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના શ્રમ,રોજગાર, કૌશલ્ય,ગ્રામ ગૃહ નિર્માણ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા જનહિત અને પ્રજા કલ્યાણના કામમાં માટે સતત,અવિરત,કાર્યરત રહી જનસંપર્ક દ્વારા પ્રજાના પ્રશ્નો હલ કરવા હર હંમેશ તત્પર રહે છે, જેનો વધુ એક પુરાવો જોવા મળ્યો,

આજે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે બધા લોકો રજાની મોજ માણી રહ્યા છે ,પરિવાર સાથે સમય ગાળી રહ્યા છે તો કોઈ ફરવાના સ્થળે આનંદ કરી રહ્યા છે ત્યારે જનતાનું હિત જેમના હૈયે વસેલું છે એવા બ્રિજેશભાઈ મેરજા જન્માષ્ટમીના પાવન પર્વે પરિવાર સાથે રહેવાના બદલે, રજાની મજા માનવના બદલે વહેલી સવારે મોરબી આવી જન્માષ્ટમીની શોભાયાત્રામાં જોડાયા,ત્યારબાદ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યાબાદ,સર્કિટ હાઉસ ખાતે જનસંપર્ક યોજી જેમાં વાલ્મીકિ સમાજના અગ્રણીઓ,ભીમસેના મોરબી જિલ્લાના પ્રમુખ અનિલભાઈ વાઘેલા તેમજ જુદા જુદા ગામનો સરપંચ,બદલી વાંછું અને નોકરી વાંછું જેવા અનેક અરજદારોને શાંતિથી સાંભળ્યા, એમના પ્રશ્નોને જે તે વિભાગમાં પહોંચાડવા અને નિકાલ માટેની સૂચના આપી રજુઆત માટે આવેલ તમામ અરજદારોએ ગુજરાત સરકારના મંત્રીની બ્રિજેશભાઈ મેરજાની કાર્યશૈલીથી ખુબજ પ્રભાવિત થયા.ત્યારબાદ તેઓ કુંભારીયા ગામના સરપંચના માતાનું અવસાન થયું હોય એમને શાંત્વના આપવા કુંભારીયા ગામે ગયા હતા આમ જન્માષ્ટમીની રજામાં પણ તેઓ ખુબજ વ્યસ્ત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર