વજેપર વિસ્તારમાં જુગાર રમતી ક્લબ ઝડપાઈ. ૧.૩૮ લાખનો મુદ્દામાલ ઝડપાયો
મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવતા વિસિપરા વિસ્તારમાંથી જુગાર રમતી રમાડતી ક્લબને પકડી પાડવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબીના વિસિપરા શેરી નંબર ૨૧ માં આરોપી રાજેશભાઇ મલાભાઇ સોનગ્રાના રહેણાક મકાનમા પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારની ક્લબ ચલાવતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં થી આરોપી
(૧) રાજેશભાઇ મલાભાઇ સોનગ્રા
(૨) કેતનભાઇ રમેશભાઇ ચાવડા
(૩) અનીલભાઇ મલાભાઇ હડીયલ
(૪) અનિલભાઇ રતીલાલભાઇ
(૫) વિશાલભાઇ લાલજીભાઇ સોનગ્રા
(૬) કરનભાઇ હસમુખલાલ સોનગ્રા
(૭) પાર્થભાઇ ગોકળભાઇ નકુમ
(૮) પ્રેમજીભાઇ ભગવાનજીભાઇ પરમાર
(૯) મનસુખભાઇ દાનાભાઇ પરમાર
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આ તમામની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસેથી રોકડા રૂ.૧,૩૮,૪૦૦/- કબ્જે કરી જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.