આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અભ્યાનનું એલાન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાના માળીયા તાલુકા પોલીસ દ્વારા પણ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રિરંગા યાત્રામાં માળિયા મિયાણા પોલીસ મથકના પીએસઆઈ બી.ડી. જાડેજાની આગેવાનીમાં યોજવામાં આવી હતી જેમાં ડીવાયએસપી મુનાફખાન પઠાન સાહેબ તેમજ સ્થાનિક અગ્રણીઓ , માળીયા મીયાણા તાલુકાના ગામડાઓના સરપંચો જોડાયા હતા
