આજે સ્વામી વિવેકાનંદ નો જન્મદિવસ છે ત્યારે મોડાસામાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું પૂજન કરી ફુલમાળા અર્પણ કરવામાં આવ્યા હતા.
12 જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી છે. જે “રાષ્ટ્રીય યુવા દિવસ” તરીકે પણ ઉજવાય છે. સ્વામી વિવેકાનંદ જેઓએ પોતાની બહુ ઓછી જીવનયાત્રા દરમિયાન ભારતીય સંસ્કૃતિને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું અને સંપૂર્ણ દેશ વાસીઓ માટે અને એમાંય વિશેષ તો યુવાઓના ઉત્થાન માટે પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. આ સ્વામિ વિવેકાનંદ જન્મ જયંતી પર મોડાસામાં ચાર રસ્તા પાસે સ્વામીજીની પ્રતિમાનું પૂજન કરી ફુલહાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે કેટલાક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. સ્વામિ વિવેકાનંદજીના જીવનના પ્રસંગોને યાદ કરી સમગ્ર યુવાઓને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરી માનવતાની સેવા તથા રાષ્ટ્ર ઉત્થાન માટે વધુ દ્રઢ સંકલ્પિત થવા સંદેશો આપી આહવાન કરવામાં આવ્યું.
સાબરકાંઠાજિલ્લાનાં પ્રાંતિજ ખાતે સ્વામીવિવેકાનંદ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્વામીજી અમર રહો ના નારા સાથે તેમની પ્રતિમા ને ફુલહાર પહેરાવવામાં આવ્યાં હતાં. પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભાંખરીયા બસ સ્ટેશન ખાતે સ્વામીવિવેવાકાનંદની ૧૫૮ મી જન્મ જયંતી નિમિત્તે પ્રાંતિજ ખાતે સ્વામીજી ના બાવળા ને ફુલહાર પહેરાવીને સ્વામીજી અમર રહો ના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. સ્વામીજી અમર રહો ના નારા સાથે ફુલહાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી .