પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલ દિવંગતોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના કાળ દરમિયાન કપરી પરિસ્થિતિને જોઈ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ સંકલ્પ કર્યો હતો કે કોરોનામાં મૃત્યુ પામેલ દિવંગગતોના આત્માના મોક્ષાર્થે સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો હતો. જે સંકલ્પને પૂર્ણ કરવા તેમજ દિવંગતોના આત્માના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તારીખ 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી પ્રખર ભગવદાચાર્ય શ્રી રમેશ ઓઝાના શ્રી મુખે કરવામાં આવ્યું છે.
વધુમાં મોરબી શહેરમાં કોરોનાના કારણે જીવ ગુમાવેલ દિવંગતોના ફોટા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય ઉમા ટાઉનશિપ એ તારીખ 25 ઓગસ્ટ સુધીમાં પહોંચાડવા મોરબી વાસીઓને અપીલ કરવામાં આવી છે
તેમજ વધુ માહિતી માટે નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું.
9825692844
9979613433
