Monday, September 23, 2024

જેતપર તપોવન વિદ્યાસંકુલના ભૂલકાઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા સંદેશ અપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ચાલો સાથે મળીને ભારત ની આઝાદીના 75 માં વર્ષની ઉજવણી કરીએ,દેશ ની આઝાદી નો અમૃત મહોત્સવ મનાવીએ.

દેશની આઝાદીને 75 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી હરઘર તિરંગા અભિયાનની જાહેરાત કરેલ છે. જે અભિયાન અંતર્ગત જેતપરની તપોવન વિદ્યાસંકુલનાં ધો- 1થી 5 ના ભૂલકાઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં લોકોને જોડાવવા, દરેક લોકો સુધી રાષ્ટ્રભાવના નો સંદેશ પહોંચાડવા તથા રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરવા તેમજ દરેક લોકો માં દેશપ્રેમ જગાડવા માટેની રાષ્ટ્રીય પ્રવુતિ કરી હતી.

આ રાષ્ટ્રીય પ્રવૃત્તિ માં બાળકોને ભારત ની આઝાદી દરમિયાન બનેલ દરેક ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક ઘટનાઓ અને આઝાદી માં અમૂલ્ય ફાળો આપનાર મહાન લડવૈયાઓનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો.જેથી ભારત નું યુવાધન આપણા દેશ ના અમૂલ્ય વારસા થી પરિચિત થાય તેમજ આઝાદી નું મૂલ્ય સમજી શકે અને આઝાદી નું જતન કરવાનો ગુણ કેળવાય.

તપોવન વિદ્યાસંકુલ ના દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરીને રાષ્ટ્રભક્તિ નું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર