રાજ્યમાં કોરોના વાઈરસના પગલે લોકડાઉન અને ત્યારબાદ કેસમાં થતી વધ-ઘટના કારણે છેલ્લા ૨૯૭ દિવસથી એટલે કે આશરે દશ મહિનાથી બંધ સ્કૂલ-કોલેજો આજથી શરૂ થઇ હતી જેમાં હાલ પુરતું ફક્ત સ્કૂલોમાં ધો.૧૦-૧૨ના જ વિદ્યાર્થીઓ અને કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવાયા છે….
હાલ પ્રાથમિક તબક્કે સ્કૂલોમાં રોજેરોજ શૈક્ષણિક કાર્ય થશે, જ્યારે કોલેજોમાં એકી-બેકી તારીખ પ્રમાણે અભ્યાસ કરાવવામાં આવશે. જો બધુ સરકારની ગાઈડ લાઈન અને યોગ્ય રીએ થશે અને કોરોના કેસોમાં વધારો નહીં થાય તો ફેબ્રુઆરી માસથી સ્કૂલોમાં ધો. 9 અને 11 તથા કોલેજોમાં અંતિમ વર્ષ સિવાયના વર્ષના વિદ્યાર્થીઓનો પણ અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે…
10 મહિના બાદ ફરી વિદ્યાનું મંદિર વિદ્યાર્થીરૂપી ભક્તોથી ભરાયું…
આજે શાળાના શિક્ષકોના નિરીક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી કલાસમાં ગયા હતા. એટલું જ નહીં, પણ જે વાલીઓએ સંમતિપત્ર ન આપ્યું તેવા વિદ્યાર્થીઓનું ઓનલાઈન અભ્યાસ જ ચાલુ રાખવામાં આવ્યો છે. એ માટે શાળાએ પણ ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થાને જાળવી રાખી હતી. આ તકે શિક્ષકો એ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ શાળામાં આવતા ન હતા, પણ તમામ શિક્ષકો શાળામાં આવતા અને બંધ ક્લાસરૂમ અને ખાલી બેન્ચ જોઈ દુઃખી થતા હતા. શાળા એક વિદ્યાનું મંદિર છે અને વિદ્યાર્થીઓ જ અમારા ભક્ત છે. 10 મહિના બાદ ફરી વિદ્યાનું મંદિર ભક્તોથી ભરાઈ ગયું હોય એમ કહી શકાય છે…
વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ રાબેતા મુજબ ચાલુ રખાશે…
વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ રાબેતા મુજબ ચાલુ રાખવા સરકારે સ્કૂલોને પરિપત્ર પાઠવ્યો હતો જે મુજબ આજથી ઓફ લાઈન શરૂ થતી શાળા કોલેજો ઓફ લાઈન સાથોસાથ ઓનલાઇન પણ શરૂ રહી હતી…
માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝ વગર વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં..
લગભગ 10 મહિનાથી શાળા કોલેજો બંધ હતી, પરંતુ ઓનલાઇન અભ્યાસ માટે તમામ શિક્ષકો શાળામાં આવતા હતા. આજે ફરી એકવાર દસ મહિનાના લાંબા વિરામ બાદ વિદ્યાર્થીઓમાં શાળાએ આવતી વખતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને અભ્યાસ પહેલા કોરોના મહામારી સામે રક્ષણ આપતા શિક્ષકોએ વિચારોમાં બાંધી, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝ સાથે શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને શિક્ષણ કાર્ય પુનઃ રાબેતા મુજબ કરાવે…
પરીક્ષા પહેલાં સ્કૂલો એનઓસી, બીયુ પરમિશન મેળવી લે : વાલી મંડળ
આગામી દિવસોમાં ધો.૧૦-૧૨ની પરીક્ષા શરૂ થાય તે પૂર્વે સ્કૂલોએ બિલ્ડિંગની એનઓસી, ફાયર સેફ્ટી, બીયુ પરમિશન, સ્વાસ્થ માટે કોર્પોરેશનનું સર્ટિફિકેટ, પોલીસ પરમિશન સાથે મેળવી લેવા મંડળે માગણી કરી છે. પરમિશન ના હોય તેવી સ્કૂલોને સેન્ટર આપવું નહીં, તેવી માગણી ઓલ ગુજરાત વાલી મંડળે કરી છે…
21 મંત્રીઓને જિલ્લા ફાળવાયા, સ્કૂલમાં હાજર રહેશે…
સ્કૂલોમાં દસેક માસના લાંબા કોરોના વેકેશન બાદ શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે મંત્રીમંડળના 21 મંત્રીઓને જુદા જુદા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રીઓ તેમને ફાળવેલા જિલ્લાની સ્કૂલમાં હાજર રહીને અભ્યાસ અર્થે આવતા બાળકોનો ઉત્સાહ વધારશે. તેમને માસ્ક-સેનિટાઈઝરની કિટ આપશે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa