Tuesday, April 22, 2025

મોરબી : સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે બજરંગદાસ બાપાની મુર્તિની નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

યજ્ઞ, મહાપ્રસાદ, ધુન -ભજન સહિતના ધાર્મિક કાર્યકમો યોજાયા

મોરબીના મહેન્દ્ર નગર પાસે આવેલ સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ખાતે સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે યજ્ઞ, મહાપ્રસાદ, ધુન-ભજન સહિતના કાર્યકમો યોજાયા


મોરબીના મહેન્દ્રનગર ધાયડી પાસે ધુટુ રોડ પર સંત શિરોમણી બજરંગદાસ બાપાની આજથી ૧૬ વર્ષ પહેલા ભક્તોએ મઢુલી બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.અને સેવા પૂજા કરતા હતા.પરંતુ તાજેતરમાં સરકારશ્રી દ્વારા અહી ઓવરબ્રિજ મંજુર કરતા આ મઢુલી તુટમાં જતી હતી.જેથી સૌ ભકતજનોએ સરકારની વાત સ્વીકારી સ્વચેછાએ બાપાની મૂર્તિ અને સ્થળ પધરાવવા સહેમત થતાં અને ત્યાં જગ્યા ખુલી કરી આપવા નિર્ણય લઈ સુ પ્રસિધ્ધ રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરી માતાજીને મૂતિ રામધન આશ્રમમાં પધરાવવા વાત મુકતા માતાજીએ આ વાત સહર્ષ વધાવી લીધી હતી. અને સાત દિવસ માં રામધન આશ્રમ ખાતે બાપાની મઢુલીનું નિમાર્ણ થયું હતું. અને સંત શિરોમણી બજરંગ દાસ બાપાની મૂતિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે યજ્ઞ,સંતોનું સન્માન ,મહાપ્રસાદ અને રાત્રે સંતવાણી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સંત ભૂપતબાપુ કાગદડી આશ્રમ, રતનેશ્વરીબેન, સહિતના સંતો -મહંત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમને સફળ બનાવવા દેવકરણભાઈ કરશનભાઈ, ભુદરભાઈ,પોપટભાઈ,ઓડીયાસાહેબ,તેમજ ધુનમંડળના ત્રિભોવનભાઈ,રામજીભાઈ,ચુનીભાઈ, રૂગનાથભાઈ, દિલીપભાઈ, મહેશ મહારાજ, સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર