Tuesday, November 12, 2024

હળવદ :- રણછોડગઢ ગામે જમીન પચાવી પાડવાનો કિસ્સો,લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે વડીલો પાર્જીત ખેતીની જમીન 1977માં રૂપિયા 1000માં ખરીદ કરી લેનાર આસામીના ભત્રીજાએ કાનૂની આંટી ઘુંટી વાળા કિસ્સામાં જમીનના મૂળ માલિક વારસદારો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સમલી ગામે રહેતા શૈલેષભાઈ ગણેશભાઈ પટેલના કાકાએ વર્ષ 1977માં રણછોડગઢ ગામના સર્વે નંબર ૨૩૬ની હે.આર.ચો.મી. ૨-૧૫-૫૦ વાળી જમીન ખરીદ કરી હતી અને બાદમાં આ જમીનનો વિવાદ થતા જમીન માલિકના વારસદારોને નામે જમીન થઈ ગઈ હતી.

બાદમાં આ વાદગ્રસ્ત જમીનમાં નાયબ કલેકટરના હુકમ મુજબ ફરિયાદીના કાકાના નામે નોંધ પડતા તેમના કુલ મુખ્યત્યાર દરજ્જે શૈલેષભાઈ ગણેશભાઈ પટેલ આ જમીન વાવવા જતા આરોપી રમેશભાઈ રૂપાભાઈ કોળી અને પ્રભુભાઈ રૂપાભાઈ કોળી બન્ને રહે.રણછોડગઢ વાળાઓએ વર્ષ 2009 થી આ જમીન ઉપર કબ્જો જમાવી આ જમીન ઉપર નહિ આવવા ધમકી આપતા શૈલેશભાઈએ લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરતા અરજી માન્ય રહી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર