દેશી દારૂની ભઠ્ઠી માળીયા તાલુકાના નવાગામ પાસે બાવળની જાળીમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૭૫ લીટર આથો , આઠ લીટર દેશી દારૂ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૧૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને રાહુલભાઈ વિજયભાઈ હળવદિયા ( ઉ.વ.૧૯ ) રહે . નવાગામ વાળાની ધરપકડ કરવામાં આવી હતી
