ટંકારાના જબલપુર ગામે પરિણીતાનો કોઈ કારણોસર આપઘાત
ટંકારાના જબલપુર ગામે પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો
જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે મળતી માહિતી મુજબ ટંકારાના જબલપુર ગામે રહેતા જયદીપભાઇ ભાલોડીયાના પત્ની સુમીતાબેન જયદીપભાઈ ( ઉંમર ૨૪ ) એ પોતાના ઘરની અંદર પોતાની જાતે બંધ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો તેના મૃતદેહને પીએમ ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વિનોદભાઈ વશરામભાઈ ભાલોડીયા દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને સંતાન ન હોય મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે અને હાલમાં મૃતક મહિલાની ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઇ છે