મોરબી માળિયા હાઇવે પર મની ટ્રાન્સફરના પૈસાની લૂંટ !
મોરબી માળિયા હાઇવે પાસે આવેલ બહાદુરગઢ ગામ નજીક મની ટ્રાન્સફર અને આંગડિયા પેઢીના કર્મચારીને ધોળે દિવસે લૂંટી લેવામાં આવ્યો હતો ત્યારે ચકચાર મચી ગઈ છે ત્યારે આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી મળ્યા હાઈવે પાસે આવેલ બહાદુરગઢ ગામ નજીક રાપી પે નામની મની ટ્રાન્સફર અને આંગડિયા પેઢી ના કર્મચારી શૈલેષભાઈ વડસોલા પેઢીના આશરે ૭,૨૪,૫૦૦ રૂપિયા લઈ ને જતા હોય ત્યારે તેમને અજાણ્યા ઈસમોએ ધોળા દિવસે લૂંટી લીધા હતા. ત્યારે પોલીસ દ્વારા આ અંગે તથ્ય જાણવા તેમજ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં ૭,૨૪,૫૦૦ રૂપિયાની લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.