Monday, September 23, 2024

મોરબીમાં ઇ-એફ.આઈ.આરનો પ્રારંભ, પોલીસે દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વાહન ચોરી સહિતના કિસ્સાઓમાં ભોગ બનનાર ઓનલાઇન પોર્ટલ ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે ઇ – ફરિયાદ નોંધવાની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.ત્યારે મોરબીમાં પોલીસ દ્વારા આ અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરીને મોરબીની કોલેજમાં ઇ-એફ.આઈ.આરનો અવરનેશ કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓ ઇ-એફ.આઈ.આરની આખી પ્રક્રિયા વિગતવાર સમજાવી હતી. અને વિદ્યાર્થીઓને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.


મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા એલ ઇ કોલેજમાં આજે ઇ-એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ વિશે માહિતી આપવાના કાર્યક્રમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી બંસલ, પીઆઇ દેકાવાડિયા સહિતના પોલીસ સ્ટાફે કોલેજના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર સ્ટાફગણને એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત પી.જી.પટેલ કોમર્સ કોલેજમાં પણ એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ વિશે અવરનેશનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીવાયએસપી પઠાણ તેમજ મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ પંડ્યા તેમજ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્ર ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી પઠાણે વિધાર્થીઓને એફ.આઈ.આર. સીટીઝન પોર્ટલ એપ પહેલા ડાઉનલોડ કરી ગુમ કે ચોરી થયેલા વાહન અને મોબાઈલની કેવી રીતે ઓનલાઈન ફરિયાદ કરી શકાય તેની માહિતી આપી હતી.

ત્યારે હજુ પણ નાગરિકો આ અંગે જાગૃત થાય અને લોકો સિટીઝન પોર્ટલ તેમજ ઇ- એફ.આઇ.આર નું મહત્વ સમજે તેવા પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર