વાંકાનેર ખાતેથી ગઈકાલે વાંકાનેર પોલીસે ચકલા, પોપટનો જુગાર રમતા, રમાડતા બે શખ્સોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે આરોગ્યનગર ચોકમાં દરોડો પાડી જાહેરમાં બેસી જુદા જુદા ચિત્રોના બે બેનરો ઉપર પૈસાની લેતી દેતી કરી ચકલા પોપટનો જુગાર રમી રમાડતા
(૧)અજયસિંહ વનરાજસિંહ ઝાલા
(૨)રવિભાઈ જગદીશભાઈ શંખેસરીયાને રોકડા રૂપિયા 14,370/- સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી
