સમગ્ર મોરબી જિલ્લામાં ૫૪ સ્થળો પર કાર્યક્રમમો યોજાયા
સમગ્ર રાજ્યમાં ગુજરાતની ધરા પર બે દાયકામાં થયેલ વિકાસ કામોની ઝાંખી કરાવતી રાજ્ય વ્યાપી વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન પાંચ થી ૨૨ જૂન દરમિયાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી જિલ્લામાં બે વિકાસયાત્રા રથ દ્વારા વિવિધ જનહિતની યોજનાઓનો લાભ લોકોને ઘર બેઠા આપવામાં આવ્યા હતા. સમગ્ર મોરબી જિલ્લામાં ૫૪ સ્થળો પર યોજાયેલા કાર્યક્રમમોમાં બહોળી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા.
વંદે ગુજરાત વિકાસયાત્રા હેઠળ મોરબી જિલ્લાના ગામે ગામ યોજાયેલા ૫૪ જેટલા કાર્યક્રમો થકી સી.સી.રોડ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, કચરાના વ્યવસ્થાપન માટે ટ્રેક્ટર, પાણીની લાઈન, ક્રિકેટ ગ્રાઉન્ડ, બગીચાઓ સહિત ૬૩ ખાતમૂહુર્ત, ૬૭ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૩ નવા કામોની જાહેરાત પણ આ સંદર્ભે કરવામાં આવી હતી.
આમ, વંદે ગુજરાત વિકાસયાત્રા હેઠળ સમગ્ર મોરબી જિલ્લામાં ૧.૫ કરોડ રૂપિયાની માતબર રકમના ખાતમૂહુર્ત અમે લોકાર્પણ કરી પ્રજાજનોને વિકાસકાર્યોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા
રોજગાર વિનિમય કચેરી - મોરબી દ્વારા તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. માળીયા- મિયાણા, ચાચાવદરડા-પીપળીયા ચોકડી, માળીયા-મિયાણા હાઈવે, તા. માળીયા ખાતે તાલુકાકક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.
ખાનગી ક્ષેત્રે નોકરી માટે ઇચ્છુક, નોન...
મોરબી શહેરમાં દારૂની હેરાફેરી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૧૧મા જોન્સનગરના ઢાળીયા પાસે વિદેશી દારૂની ૧૧ બોટલ કિં રૂ. ૭૭૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા...