Tuesday, September 24, 2024

મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણી અને જિલ્લા-તાલુકા ટીમ વિસ્તરણ માટે મીટીંગ મળી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં પહેલી ઓગસ્ટના રોજ ભારતમાતા પૂજન માટે ડીપીઈઓ દ્વારા પરિપત્ર જારી કરાયો.

મોરબી કેશવ કુંજ સંઘ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા બેઠકમાં સ્વતંત્રતા કા અમૃત મહોત્સવની ઉજવણી માટેનું સાહિત્ય વિતરણ કરાયું અને જિલ્લા તાલુકા ટીમમાં નવા હોદેદારોની વરણી કરાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હાલ સદસ્યતા અભિયાન તેમજ 75 માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આગામી પહેલી ઓગસ્ટના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર દેશની બે લાખ શાળાઓમાં ગુજરાતની 25000 હજાર શાળાઓમાં અને મોરબીની 585 શાળાઓમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજનનો કાર્યક્રમ કરવાનો હોય જેના માટે ભરતમાતાનો ફોટો,સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું,તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી શાળાઓમાં સ્વતંત્રતાના ૭૫ શૂરવીરો પુસ્તક અર્પણ કરવામાં આવનાર છે,કાર્યક્રમની સમજ આપતા હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ અને દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘે જણાવ્યું કે પહેલી ઓગસ્ટના રોજ તમામ શાળાઓમાં પ્રાર્થનાસભામાં ભારતમાતાનું પૂજન કરવું,આરતી ઉતારવી,ભારતમાતાની આરતી ગાવી,વગાડવી,ગામમાં કોઈ સ્વતંત્રતા શહીદ પરિવાર કે સૈનિક પરિવાર રહેતો હોય તો શાળામાં બોલાવી એમનું સન્માન કરવું, સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ વિશે ક્રાંતિકારીઓ અને દેશનેતાઓ વિશે વિદ્યાર્થી,શિક્ષક અને આચાર્ય દ્વારા વક્તવ્ય વગેરે કાર્યક્રમો કરી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવા જણાવાયું છે તેમજ જિલ્લા મહાસંઘની વિસ્તૃત કારોબારી હોય તાલુકા-જિલ્લા ટીમમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી જેમાં કરશનભાઈ ડોડીયા કો.ઓર્ડીનેટર સી.આર.સી. મેરૂપર-હળવદ,કિરીટભાઈ દેકાવડીયા મોરબી,રાજેશભાઈ રાઠોડ માળીયા અને હસમુખભાઈ પરમાર વાંકાનેરની રાજ્યના પ્રીતિનિધિ તરીકે નિમણુંક આપવામાં આવેલ,હળવદ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે વાસુદેવભાઈ ભોરણીયા અને મંત્રી તરીકે રાજુભાઈ ગોહિલને જવાબદારી સોંપવામાં આવી અને ધીરજલાલ જાકાસણીયા મોરબી, સુરેશભાઈ પરમાર,નિરવભાઈ બાવરવા,રણજીતભાઈ કટેસિયા વાંકાનેર નટુભાઈ પટેલ, અનિલભાઈ વાઘેલા હળવદ, રાજુભાઈ મેરા ટંકારા વગેરેને જિલ્લા ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો,કૌશિકભાઈ શેરસિયા પોલીસ લાઈન તાલુકા શાળા, અંકિતભાઈ જોષી રંગપર તા.શાળા,જીજ્ઞેશભાઈ રાબડીયા જેતપર તા.શાળા,સુરેશભાઈ પટેલ ચાંચાપર તા.શાળા વગેરેને મોરબી તાલુકા ટીમમાં અને દેવાયતભાઈ ગરચર આચાર્ય ભૂતકોટડા શાળા, નીતિનભાઈ નમેરા હડમતીયા તા.શા.દિનેશભાઈ ગોસરા સાવડી સરૈયા,રાજેશભાઈ કાસુંદ્રા લજાઈ તા.શા.વિજયભાઈ ગોસરા બંગાવડી તા.શાળા વગેરેની ટંકારા તાલુકા ટીમમાં સમાવેશ કરવામાં આવતા તમામનું શુભાષબાબુ પર લખેલ પુસ્તક આપી અભિવાદન કરવામાં આવ્યું અને સંગઠનમાં હરખભેર આવકારવામાં આવ્યા આ પ્રસંગે પ્રદીપભાઈ કુવાડિયા સિનિયર ઉપાધ્યક્ષ જિલ્લા ટીમ-મોરબી હરદેવભાઈ કાનગડ અધ્યક્ષ માળીયા અને ઉપાધ્યક્ષ મોરબી ટીમ,કિરીટભાઈ દેકાવડીયા પ્રતિનિધિ રાજ્ય ટીમ વગેરેએ પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યા હતા, કિરણભાઈ કાચરોલા મંત્રી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબીએ આભાર દર્શન દ્વારા કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર