Tuesday, September 24, 2024

“ સંસ્કૃતિ કી ઝંકાર ” ઝંકૃતિ -૨૦૨૨ વિવિધ સ્પર્ધામાં ત્રણ વય જુથ મુજબ ભાગ લઇ શકાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 www.jhankriti.org પર વિડયો અપલોડ કરીને વર્ચ્યુઅલી ભાગ લેવાનો રહેશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આર્ટ ઓફ લિવિંગની સાંસ્કૃતિક શાખાના વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડ કલ્ચર (WFAC) દ્વારા ૧લી જુનના રોજ “ઝંકૃતિ ૨૦૨૨- સંસ્કૃતિ કી ઝંકાર” કાર્યક્રમનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે.

ઝંકૃતિ એ ભારતની પ્રથમ વર્ચ્યુઅલ ક્લાસિકલ આર્ટ સ્પર્ધા છે. જે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવી છે. આ સ્પર્ધાઓમાં ગાયન (શાસ્ત્રીયહળવું અને સમુહ ગીત)વાદન (શાસ્ત્રીય વાદ્ય) અને નૃત્ય (શાસ્ત્રીય અને લોક નૃત્ય સ્વરૂપો) એમ ત્રણ વિભાગોમાં યોજાશે. જેમાં ૦૮ વર્ષથી ઓછી વયના૦૮ થી ૧૬ વર્ષના અને ૧૭ થી ૨૫ વર્ષની વયજુથ ધરવાતા યુવક-યુવતીઓ ઘરેથી વિડીઓ બનાવીને વેબ સાઈટ ઉપર અપલોડ કરીને વર્ચ્યુઅલી ભાગ લઈ શકશે.

વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે: www.jhankriti.org તેમજ અન્ય માહિતી માટે સુશ્રી અંજલી મહેશ્વરી (મો.૯૮૯૮૦૧૭૭૧૩) અને સુશ્રી અમી મદાની (મો.૯૬૨૪૩૧૬૬૯૩) નો સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર