Tuesday, September 24, 2024

દરેક ઘરે આદરથી તિરંગો લહેરાય તે હેતુથી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે એક રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન ‘‘હર ઘર તિરંગા’’ નામે એક મહત્વનો કાર્યક્રમ ઉજવવાનું આયોજન કરવામાં આવનાર છે.

જે અંતર્ગત મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાનો, નગરપાલિકા કક્ષાનો, તાલુકા કક્ષાનો તેમજ વિવિધ શહેરોમાં અને ગ્રામીણ કક્ષાએ ”હર ઘર” તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં લોકો વિશાળ જન ભાગીદારી સાથે જોડાય અને જિલ્લા તાલુકા તેમજ નગરપાલિકા વિસ્તારના તમામ ઘરો, સસ્તા અનાજની દુકાનો, એપીએમસી, સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, તમામ સરકારી-ખાનગી કચેરીઓ, ભવનો, શાળા, કોલેજ, તથા અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડીઓ, જેલ, પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, પેટ્રોલ પંપ, હોટેલ, ઉદ્યોગ ગૃહો, વાણીજ્ય સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સીએચસી વગેરે તમામ જગ્યાએ આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવાના ”હર ઘર તિરંગા” કાર્યક્રમનું આયોજન કરાશે.

ભારતની સ્વતંત્રતાના ૭૫ માં વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારતમાં આઝાદીકા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત તારીખ ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘર ઘરની સાથે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટેની ગર્વની ભાવના જાગે તેવા હેતુથી ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમ યોજાશે.

આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય, વોર્ડ, શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ ‘‘હર ઘર તિરંગા’’ નામનો કાર્યક્રમ ઉજવવાનું આયોજન કરવામાં આવનાર છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર