Tuesday, September 24, 2024

મોરબીમાં ખનીજ માફિયા બેફામ : ફરિયાદ કરનાર યુવક પર હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખાણ ખનીજ વિભાગ કે પોલીસ ખનીજ ચોરી પર કડક કાર્યવાહી કરતા હોવાના મસમોટા દાવા કરતું હોય પણ હકિકત તો એ છે ઠેરઠેર નદીના પટ્ટમાં,પથ્થરની ખનીજ ચોરી થઈ રહી છે.ત્યારે જો કોઈ આમ નાગરિક તેની સામે ફરિયાદ કરે છે ત્યારે ખનીજ માફિયાઓએ હવે એટલી હદે બેફામ બની ગયા છે કે ખનીજ ચોરીની ફરિયાદ કરતા લોકોને પણ બેફામ મારમારી પોતાની ધાક જમાવી રહ્યા છે

આવા જ એક બેફામ બનેલ ખનીજ માફિયાએ જાંબુડિયા ગામના દલિત યુવાન કમલેશ અમરસીભાઈ ખરા પર જીવેલેણ હુમલો કરી તેના હાથ પગ ભાંગી નાખ્યા હતા ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડિયા ગામમાં રહેતા અને કોંન્ટ્રાક્ટર તરીક કામ કમલેશ ખરાએ જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વિન કારખાના પાછળ આ કામના આરોપી હકાભાઇ હિરાભાઇ પાંચીયાના ભાઇ ભગાભાઇ તથા જયેશભાઇ ગોલતર નાઓ ખનીજચોરી કરતા હોય જેથી તેઓના વિરૂધ્ધમાં અરજી કરેલ હોય જેનો ખાર રાખી આ કામના આરોપીઓએ એકસંપ કરી પોતાના હાથમાં લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને યુવકને ઢોરમાર મારી હાથે પગે ભાંગી નાખ્યા હતા.તેમજ આરોપીઓએ યુવકને અનુ.જાતિના હોવાનુ જાણવા છતા જાહેર જગ્યામાં લોકો જોઇ શકે તે રીતે જાતી પ્રત્યે અપમાનીત કરી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે યુવકની ફરિયાદ નોંધી હતી બનાવ અંગે ડીવાયએસપી અતુલકુમાર બંસલે તપાસ હાથ ધરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર