વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની ઉજવણી માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ ઉચ્ચ-સ્તરની કમિટી 23 જાન્યુઆરી 2021 થી શરૂ થતાં એક વર્ષના સ્મરણ પ્રસંગ માટે બનાવવામાં આવેલી પ્રવૃત્તિઓ નક્કી કરશે. સંસ્કૃતિ મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. આ સમિતિમાં કેન્દ્રીય પ્રધાનો, બંગાળના સંસદ સભ્યો, કેટલાક રાજ્યોના મુખ્ય પ્રધાનો, ઇતિહાસકારો અને અન્ય નામાંકિત નાગરિકો સહિત 85 સભ્યો છે. તેમાં મુખ્ય પ્રધાન ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનઘર, પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અને એચ.ડી.દેવ ગૌડા, એનસીપી ચીફ શરદ પવાર, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા હતા. આ સિવાય કોંગ્રેસના નેતાઓ ગુલામ નબી આઝાદ અને અધિર રંજન ચૌધરી પણ શામેલ છે. બંગાળના રાજકારણમાં પેહેલેથી જ ગરમાવો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ હવે આ વખતે બધા પક્ષો માટે નેતાજી સુભાષચંદ્ર બોઝ મહત્વપૂર્ણ બની રહ્યા છે.