મોરબી : રવાપરના સરપંચના મોટા ભાઈ પર હુમલો, બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ
મળતી માહિતી મુજબ મોરબી પાસે આવેલા રવાપર ગામે પાણીના સંપ નજીક કચરાની સફાઈ કરાવતા સરપંચના ભાઈ પાસે આવીને ત્યાં રહેતા શખ્સ આ જમીન અમારી છે તેવું કહીને ઝાપટો મારીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
મોરબી પાસે આવેલા રવાપર ગામના સરપંચ નીતિનભાઈ રૂગનાથભાઈ ભટાસણાના મોટા ભાઈ નવીનભાઈ રૂગનાથભાઈ ભટાસણા રહે . ધાયડી વિસ્તાર રવાપર વાળાએ હાલમાં ભુપતભાઈ તેજાભાઈ જારીયા જાતે બોરિચા અને અમિતભાઈ તેજાભાઈ જારીયા જાતે બોરિચા રહે . બંને ધાયડી વિસ્તાર રવાપર વાળાની સામે માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રવાપર ગામે ધાયડી વિસ્તાર પાસે આવેલ પાણીના સંપ નજીક કચરો હોવાથી તેની સાફ – સફાઈ તે માણસો પાસે કરાવતા હતા ત્યારે ભુપતભાઈ તેજાભાઈ જારીયા તેની પાસે આવ્યા હતા અને આ જમીન મારી છે તેવું કહીને તેમણે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ નવીનભાઈને ઝાપટ મારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતીતેમજ તે દરમિયાન અમિતભાઈ તેજાભાઈ જારીયા ત્યાં આવ્યા હતા અને તેને પણ નવીનભાઈની સાથે જપાજપી કરી ગાળો આપીને ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલ સરપંચના ભાઈને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ સિવિલ હોસ્પિટલે પહોંચી હતી અને ભોગ બનેલા સરપંચના ભાઈની ફરિયાદ લઈને હાલમાં પોલીસે બે શબ્દોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે